ભારતમાં દુનિયાનો સૌથી મોટો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ સ્થપાશે, સાત કરોડ ઘરોને વીજળી મળશે

ફ્રાંસની સાથે મળીને ભારતે દુનિયાનો સૌથી મોટો ન્યુક્લિયર પાવર પ્લાન્ટ સ્થાપવાની દિશામાં કાર્યવાહી શરુ કરી દીધી છે.

ફ્રાંસની સરકારી નિયંત્રણો હેઠળની કંપની ઈડીએફ દ્વારા કહેવામાં આવ્યુ છે કે, અમારી તરફથી એન્જિનિયરિંગ સ્ટડીઝની સાથે સાથે ત્રીજી પેઢીના છ રિએકટર બનાવવા માટેના સાધનોનો ખરીદવાની ઓફર આપવામાં આવી છે.આ રિએકટર્સ મહારાષ્ટ્રના જૈતપુર ખાતે સ્થપાશે.જેનુ કામ પુરુ થયા બાદ 7 કરોડ ઘરોને 10 ગિગાવોટ વિજળી સપ્લાય આપી શકાશે.જોકે તેનુ નિર્માણ થવામાં બીજા 15 વર્ષ નિકળી જશે.જોકે સાઈટ પર નિર્માણ કાર્ય પુરુ થાય તે પહેલા પાવર જનરેશન શરુ થઈ જશે.

ઈડીએફ કંપની પાવર પ્લાન્ટનુ નિર્માણ નથી કરવાની પણ તેમના તરફથી ન્યુક્લિયર રિએકટર પૂરા પાડવામાં આવશે.આ રિએકટર ડીલમાં અમેરિકાની કંપની જીઈ પણ સામેલ છે.ઈડીએફ દ્વારા ભારતની પબ્લિક સેક્ટરની કંપની ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ  ઈન્ડિયાને ઓફર મોકલવામાં આવી છે.જોકે આ રિએકટર પાછળ કેટલો ખર્ચ થશે તેની વિગતો સામે આવી નથી પણ આ આંકડો બે ખરબ રુપિયા હશે તેવી અટકળ થઈ રહી છે.

જૈતપુરના પ્લાન્ટ સામે સ્થા્નિક લોકોએ ભૂતકાળમાં ભારે વિરોધ કર્યો હતો.પ્લાન્ટનો આઇડિયા 20 વર્ષ જુનો હતો પણ 2011માં સુનામીના કારણે જાપાનાના ફુકુશિમા ન્યુક્લિયર પ્લાન્ટમાં તબાહી સર્જાઈ એ પછી જૈતાપુર પ્રોજેક્ટને રોકી દેવામાં આવ્યો હતો.આ રિએકટરના કારણે 25000 જેટલા લોકોને રોજગારી મળશે તેવો અંદાજ છે.

ફ્રાંસની કંપની ઈડીએફનુ માનવુ છે કે, જૈતાપુરની ભૌગોલિક સ્થિતિ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ માટે આદર્શ છે.

હાલમાં દેશમાં 22 ન્યુક્લિયર રિએક્ટર્સ કામ કરી રહ્યા છે.જેનો દેશના કુલ વીજળી ઉત્પાદનમાં ત્રણ ટકા જેટલો હિસ્સો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *