દેશમાં સોમવારથી 18 દિવસનું લાદવામાં આવશે સંપૂર્ણ લોકડાઉન ? જાણો મોદી સરકારે શું કરી સ્પષ્ટતા

દેશમાં કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી. દેશમાં કોરોનાના કેસ દરરોજ નવા રેકોર્ડ તોડી રહ્યા છે. આજે દેશમાં પ્રથમ વખત ચાર લાખથી વધારે કેસ નોંધાયા હતા. આ દરમિયાન સોશિયલ મીડિયા (Social Media) પર એક ખબર વાયરલ થઈ છે. જેમાં 3 મેથી 20 મે સુધી દેશમાં લોકડાઉન (Lockdown) લગાવવાનો દાવો કરવામાં આવ્યો છે.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકારે દેશમાં 3 મેથી 20 મે સુધી સંપૂર્ણ લોકડાઉન (Complete Lockdown)  લગાવવાની જાહેરાત કરી છે. જે બાદ પીઆઈબી ફેક્ટ ચેકે ટ્વીટ કરીને લખ્યું, આ દાવો બોગસ છે. કેન્દ્ર સરકારે આવી કોઈ જાહેરાત કરી નથી.

 

 

નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *