ભારતમાં કોરોના મહામારીના કેસ રોજ નવી સપાટી વટાવી રહ્યા હોવાથી નેપાળ સરકારે ભારત સાથેના ૨૨ સરહદી પોઈન્ટ્સ બંધ કરવાનો નિર્ણય કર્યો છે.
કોવિડ ક્રાઈસીસ મેનેજમેન્ટ કોઓર્ડિનેશન કમિટિ (સીસીએમસી)એ શુક્રવારે કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સને ભારત અને નેપાળ વચ્ચેના કુલ ૩૫ બોર્ડર પોઈન્ટ્સમાંથી ૨૨ પોઈન્ટ્સ બંધ કરવાની ભલામણ કરી હતી.
હવે ભારત અને નેપાળ વચ્ચે માત્ર ૧૩ સરહદીય પોઈન્ટ્સ ખુલ્લા રહેશે.
ભારતમાં કોરોનાના કેસમાં અસાધારણ ઊછાળો આવવાના કારણે આ નિર્ણય લેવાયો હોવાનું નેપાળે જણાવ્યું હતું.
નેપાળમાં અત્યાર સુધીમાં કોરોનાના ૩,૨૩,૧૮૭ કેસ નોંધાયા છે જ્યારે મૃત્યુઆંક ૩,૨૭૯ થયો છે. નેપાળમાં પણ ધીમે ધીમે કેસમાં સતત ઉછાળો આવી રહ્યો છે.