મહામારીના મહાસંકટમાં અમૂલ ડેરી મદદ માટે આગળ આવી છે.
અમૂલ દ્વારા આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લામાં ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરવામાં આવશે.
આગામી 10 જ દિવસમાં આ તમામ જિલ્લાઓમાં ઓક્સિજન પ્લાન્ટ બનીને તૈયાર કરી દેવાશે.
અમૂલ દ્વારા આણંદ જિલ્લાના કરમસદ ખાતે, ખેડા જિલ્લામાં નડીયાદ ખાતે, તો મહિસાગર જિલ્લામાં બાલાસિનોર ખાતે ઓક્સિજન પ્લાન્ટ તૈયાર કરાશે.
આ ત્રણેય પ્લાન્ટ દ્વારા દૈનિક 60 જેટલા સિલેન્ડર ભરાય તેટલા ઓક્સિજનનું ઉત્પાદન થશે.