ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 12,545 કેસો નોંધાયા, 123 લોકોના મોત નિપજ્યા

ગુજરાતમાં કોરોનાના કેસમાંં થઇ રહેલા ઘટાડાનો ક્રમ જારી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 12,545 નવા કેસ નોંધાયા હતા જ્યારે 123ના મૃત્યુ થયા હતા. આમ, બુધવારની સરખામણીએ ગુરુવારે કોરોનાના કેસમાં 410નો ઘટાડો થયો છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસનો આંક 6,45,972 જ્યારે કુલ મરણાંક 8 હજારને પાર થઇને હવે 8,035 છે. રાજ્યમાં હાલ 1,47,525 એક્ટિવ કેસ છે જ્યારે 786 દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા 24 કલાકમાં વધુ 13,021 દર્દી કોરોનાથી સાજા થયા છે અને રીક્વરી રેટ 75.92% છે.

છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદ શહેરમાંથી 3,884-ગ્રામ્યમાંથી 73 સાથે 3,957 નવા કેસ સામે આવ્યા છે. 18 એપ્રિલ બાદ પ્રથમવાર અમદાવાદમાં દૈનિક કેસનો આંક 4 હજારથી નીચે આવ્યો છે. આ સાથે જ અમદાવાદમાં કોરોનાના કુલ કેસ હવે 1,93,641 છે.

સુરત શહેરમાં 1039-ગ્રામ્યમાં 388 સાથે 1427, વડોદરા શહેરમાં 638-ગ્રામ્યમાં 380 સાથે 1,018, રાજકોટ શહેરમાં 526-ગ્રામ્યમાં 169 સાથે 695 કેસ નોંધાયા છે. કુલ કેસનો આંક હવે 1,25,242-વડોદરામાં 56,588 અને રાજકોટમાં 47,156 છે. રાજ્યમાંથી અન્યત્ર જ્યાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ કેસ નોંધાયા તેમાં 729 સાથે જામનગર, 482 સાથે મહેસાણા, 445 સાથે જુનાગઢ, 322 સાથે ભાવનગર, 302 સાથે ગાંધીનગર, 224 સાથે મહીસાગર, 220 સાથે દાહોદ, 218 સાથે ગીર સોમનાથ, 207 સાથે પંચમહાલ, 205 સાથે આણંદ, 193 સાથે બનાસકાંઠા, 189 સાથે અમરેલી, 187 સાથે ભરૂચ-કચ્છ, 150 સાથે અરવલ્લ, 144 સાથે ખેડા, 139 સાથે પાટણનો મુખ્યત્વે સમાવેશ થાય છે.

છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાંથી 17, રાજકોટમાંથી 15, સુરત-વડોદરા-જામનગરમાંથી 13, ભાવનગરમાંથી 9, જુનાગઢમાંથી 8 એમ રાજ્યભરમાંથી 123ના કોરોનાથી મૃત્યુ થયા છે. કોરોનાથી કુલ મરણાંક હવે અમદાવાદમાં 3,056-સુરતમાં 1,696-વડોદરામાં 595, રાજકોટમાં 557, જામનગરમાં 302 છે.

છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાંથી 5143, સુરતમાંથી 2314, વડોદરામાંથી 762, રાજકોટમાંથી 579 એમ રાજ્યભરમાંથી અત્યારસુધીના સૌથી વધુ 13,021 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં હાલ કોરોનાથી સાજા થવાનો દર 75.92% છે. વધુ 1,45,185 સાથે કુલ ટેસ્ટનો આંક હવે 1.87 કરોડ છે. રાજ્યમાં હાલ 4,60,382 વ્યક્તિ ક્વોરેન્ટાઇન હેઠળ છે.

છેલ્લા 22 દિવસમાં 2,959 સહિત કુલ 8 હજારના કોરોનાથી મૃત્યુ

તારીખ        મરણાંક

30 મે         1,007

9 જુલાઇ      2,010

30 ઓગસ્ટ   3,008

1 ડિસેમ્બર    4,004

15 એપ્રિલ    5,076

24 એપ્રિલ    6,171

30 એપ્રિલ    7,183

6 મે          8,035

ગુજરાતના કયા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ કેસ?

જિલ્લો         કેસ       મૃત્યુ

અમદાવાદ     3,957   17

સુરત           1,427   13

વડોદરા        1,018    13

જામનગર      729      13

રાજકોટ        695      15

મહેસાણા       482      05

જુનાગઢ        445     08

ભાવનગર      322     09

ગાંધીનગર      302    02

મહીસાગર      224     01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *