ડ્રાઇવ થ્રુ ટેસ્ટીંગ બાદ અમદાવાદમાં ડ્રાઇવ થ્રુ વેક્સીનેશન, વાહનોની લાંબી લાઈનો પડી

મેગા સિટી અમદાવાદમાં ડ્રાઇવ થ્રુ ટેસ્ટીંગ બાદ હવે ડ્રાઇવ થ્રુ વેક્સીનેશન શરૂ કરાયું છે. એએમસી દ્વારા નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ડ્રાઈવ થ્રુ વેક્સીનેશન નું આયોજન કરાયું છે. જે 45 વર્ષથી ઉપરના લોકો માટે આયોજન કરાયું છે. જોકે, લોકોમાં વેક્સીન લેવા એટલી જાગૃતિ આવી છે કે, વેક્સીનેશન શરૂ થાય તે પહેલા જ વહેલી સવારથી અહી લાંબી લાઈન લાગી હતી.

સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે સવારે 9 થી 1 અને સાંજે 3 થી 7 નો વેક્સીનેશનનું આયોજન કરાયું છે. પરંતુ વેક્સીનેશન શરૂ થાય એ પહેલાં જ રોડ પર વાહનોની લાંબી લાઈન લાગી ગઈ હતી.

No description available.

વેક્સીનેશન માટે સ્ટેડિયમખાતે અલગ અલગ 3 લાઈન બનાવવામાં આવી છે. જેમાં લોકો વાહનો સાથે અંદર જઈ શકે છે. રજિસ્ટ્રેશન કર્યા બાદ 3 બુથ પર વેક્સીનેશનની વ્યવસ્થા કરવામાં આવી છે.

No description available.

એટલું જ નહિ, વેક્સીન (corona vaccine) લીધા બાદ તબીબી ટીમ સાથે ઓબ્ઝર્વેશન માટેની પણ વ્યવસ્થા ગોઠવાઈ છે. Amc ની વ્યવસ્થાથી રસી લેવા આવનારા આ આયોજનથી થયા ખુશ થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *