PAN CARD માં વિગતોમાં ફેરફાર કરવા છે ? કચેરીઓના ધક્કા ખાવાની જરૂર નથી, ઘરે બેઠા અનુસરો આ 10 સ્ટેપ્સ

સરકારી કામગીરી સહિતની અન્ય યોજનાઓના લાભ મેળવવા માટે PANCARD આવશ્યક છે. ખાસ કરીને KYC વિગતો માટે પાનકાર્ડમાં આપેલી માહિતીનું સાચું હોવું ખૂબ મહત્વનું છે. પરંતુ જો નામ અથવા જન્મ તારીખ ખોટી છે અને તમે તેને સુધારવા માંગો છો? તો તમારે કચેરીઓના ધક્કા ખાવાની જરૂર નથી. તમે ઘરે બેઠા ઓનલાઇન પાનકાર્ડમાં પણ આધાર કાર્ડની જેમ ફેરફાર શકો છો. આ માટે તમારે આ સ્ટેપ્સ અનુસરવા પડશે.

1. પાનકાર્ડમાં ફેરફાર કરવા માટે NSDL અથવા UTIની વેબસાઇટ https://tin.tin.nsdl.com/pan/correction.html પર જાઓ.

3. હવે એપ્લિકેશનની માહિતી દાખલ કરો અને Submit પર ક્લિક કરો. આ દરમિયાન ટોકન નંબર જારી કરવામાં આવશે. આ દ્વારા PAN Application ફોરવર્ડ કરો.

4. EID / AAdhar અને KYC માટે અન્ય વિગતો સહીત જરૂરી માહિતી ભરો.

5 . જો પાનકાર્ડમાંનો ફોટો બરાબર ન હોય તો Photo mismatch અને હસ્તાક્ષર બદલવા માટે Photo mismatch પર ક્લિક કરો , આ પછી માતા-પિતા અંગેની વિગતો ભરો પછી NEXT બટન પર ક્લિક કરો.

6. હવે Address and Contact વિભાગ હેઠળ તમારો કોન્ટેક્ટ નંબર અને સરનામું જેવી વ્યક્તિગત માહિતી દાખલ કરો.

7. વ્યક્તિગત માહિતી દાખલ કરવા માટે અરજદારે ઓળખ પ્રમાણપત્ર, સરનામાનો પુરાવો અને જન્મના પુરાવાના સાથે જોડવું પડશે. આ ઉપરાંત અરજદારે તેના પાનનો ફાળવણી પત્ર અથવા પાનકાર્ડની નકલ જોડવી પડશે.

8. હવે સબમિટ બટન પર ક્લિક કરો અને ચકાસણી માટેના બધા પુરાવા દસ્તાવેજોની સ્કેન કરેલી નકલ અપલોડ કરો.

9 .ફોટોગ્રાફ અને હસ્તાક્ષરમાં ફેરફાર કરવા અરજદારે ફી ચૂકવવી પડશે.

10. જો તમે તેને તમારા ઘરના સરનામાં પર ઓર્ડર કરો છો તો તમારે રૂ 101 જી.એસ.ટી. સહિત ચૂકવવા પડશે.

ટોલ ફ્રી નંબરની મદદ લઈ શકો છે
પાનકાર્ડમાં ફેરફાર અંગે વધુ માહિતી માટે તમે ટોલ ફ્રી નંબર 020-2721 8080 પર કોલ કરી શકો છો. જો તમે ઈચ્છો તો tininfo@nsdl.co.in પર પણ ઇમેઇલ મોકલી શકો છો. પાન કાર્ડની સ્થિતિ તપાસવા માટે તમે SMS પણ મોકલી શકો છો. આ કરવા માટે NSDL PAN <સ્પેસ> 15 અંકની રસીદ સૂચના નંબર અને 57575 પર મોકલો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *