GOOGLE યુઝર્સ માટે અગત્યના સમાચાર ,જાણીલો આ વાત નહીતો 1 જૂનથી ચૂકવવા પડશે પૈસા

GOOGLE જે વિશ્વભરમાં નિઃશુલ્ક ફોટો અને વિડિઓ સ્ટોરેજ સેવાઓ પ્રદાન કરે છે એ ટૂંક સમયમાં આ સેવાઓ માટે ચાર્જ લેવાનું શરૂ કરશે. ગૂગલ આ સેવાઓ માટે 1 જૂનથી શુલ્ક લેવાનું શરૂ કરશે. કંપનીએ તેના નિર્ણય અંગે જાહેરાત કરી દીધી છે.

ગૂગલ ફોટો અને ડ્રાઇવ પર ચાર્જ લેશે
હાલ ગૂગલ ફોટોઝ મફત ક્લાઉડ સ્ટોરેજ ઓફર કરે છે જે હવે ચાર્જ કરવાનું પ્રારંભ કરશે. તેની નિ:શુલ્ક સુવિધા 1 જૂન, 2021 થી બંધ કરવામાં આવી રહી છે. આનો અર્થ એ છે કે જો તમે તમારા ફોટા અથવા ડેટાને Google ફોટા અથવા ડ્રાઇવ પર સ્ટોર કરો છો તો તમારે તેના માટે પૈસા ચકાવવા પડશે.

ગૂગલ 15 GBથી વધુ સ્ટોરેજ પર ચાર્જ લાગશે
ગૂગલ હાલમાં ગ્રાહકોને અમર્યાદિત મફત સ્ટોરેજ આપી રહ્યું છે જેના દ્વારા ફોટા, દસ્તાવેજો, વિડિઓઝ અથવા કંઈપણ ઓનલાઇન સ્ટોર કરી શકાય છે અને ઇન્ટરનેટ દ્વારા ગમે ત્યાં એક્સેસ કરી શકાય છે. જોકે ગૂગલ તેના ગ્રાહકોને 15 જીબી સુધી સ્ટોર કરવાની મંજૂરી આપે છે પરંતુ ગ્રાહકોને વધુ જગ્યાની જરૂર છે અને જો તેઓ તેનો ઉપયોગ કરી રહ્યા છે, તો તેઓએ અલગથી ચાર્જ આપવો પડશે.

કેટલો વધારાનો ચાર્જ આપવો પડશે?
જો કોઈ ગુગલ ગ્રાહક 15 જીબીથી વધુ સ્ટોરેજ વાપરવા માંગે છે તો તેમને દર મહિને 1.99 ડોલર ચૂકવવા પડશે એટલે કે રૂ. ૧૪૬ આપવા પડશે. કંપનીએ આ યોજનાનું નામ ગુગલ વન રાખ્યું છે. તેનું વાર્ષિક ચાર્જ 19.99 ડોલર અથવા લગભગ રૂ 1500. ગ્રાહકો પાસેથી નવા ફોટા અને વીડિયો સ્ટોર કરવા માટે લેવામાં આવશે જ્યારે જૂના ફોટા અને વીડિયો પહેલાની જેમ સુરક્ષિત રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *