Assam : હેમંત બિસ્વા સરમા બનશે આસામના નવા મુખ્યમંત્રી, વિધાનસભા પક્ષના નેતા ચૂંટાયા

ભાજપના નેતા Himanta Biswa Sarma આસામ વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાયા છે. જેથી હેમંત બિસ્વા સરમા આસામના નવા મુખ્ય મંત્રી બનશે. સાંજે ચાર વાગ્યે રાજ્યપાલ જગદીશ મળીને તેવો રાજ્યમાં સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. આ પછી આવતીકાલે હેમંત બિસ્વા મુખ્યમંત્રીના શપથ લઈ શકે છે.

ધારાસભ્ય પક્ષની બેઠકમાં કેન્દ્રીય પ્રધાન નરેન્દ્રસિંહ તોમર અને પાર્ટી મહાસચિવ અરૂણસિંહ કેન્દ્રીય નિરીક્ષક તરીકે હાજર રહ્યા હતા. બેઠક પૂરી થયા પછી કેન્દ્રીય પ્રધાન નરેન્દ્રસિંહ તોમરે કહ્યું, “હું સર્વસંમતિથી Himanta Biswa Sarma ને આસામ રાજ્ય ભાજપના વિધાનસભા પક્ષના નેતા તરીકે જાહેર કરું છું.” વિધાનસભા પક્ષની બેઠક શરૂ થાય તે પહેલા સરબાનંદ સોનાવાલે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું હતું.

ભાજપ હાઈકમાન્ડે સર્બાનંદ સોનાવાલ અને Himanta Biswa Sarma ને ગઈકાલે દિલ્હી બોલાવ્યા હતા. બંને નેતાઓએ ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે દિલ્હીમાં મુલાકાત કરી હતી. ભાજપે ચૂંટણી પહેલા તેના મુખ્ય પ્રધાનપદના ઉમેદવારની જાહેરાત કરી ન હતી. તેમણે સોનોવાલને 2016 ની વિધાનસભાની ચૂંટણીમા મુખ્યમંત્રી પદનો ચહેરો બનાવીને ચૂંટણી જીતી હતી. આ સાથે આ પૂર્વે રાજ્યમાં ભાજપની સરકારની રચના થઈ. આ વખતે પાર્ટી કહેતી રહી કે ચૂંટણી બાદ તે નક્કી કરશે કે આસામના આગામી મુખ્ય પ્રધાન કોણ હશે.

આસામ વિધાનસભાની 126 બેઠકોમાં ભાજપે 60 બેઠકો જીતી હતી. જ્યારે તેમના ગઠબંધન ભાગીદાર આસામ ગણ પરિષદે નવ અને યુનાઇટેડ પીપલ્સ પાર્ટી લિબરલ્સએ છ બેઠકો જીતી હતી. સર્બાનંદ સોનોવાલે કોંગ્રેસના નેતા રાજીબ લોચન પેગુને 43,192 મતોના અંતરથી હરાવી માજુલીમાં સતત બીજી વાર ચૂંટણી જીતી હતી. વરિષ્ઠ પ્રધાન અને ભાજપના નેતા હેમંત બિસ્વા સરમાએ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના રોમેનચંદ્ર બોરથકુરને 1,01,911 મતોથી હરાવીને જલુકબારી બેઠક જાળવી રાખી હતી. સોનાવાલ અને સરમા સિવાય ભાજપના અન્ય 13 પ્રધાનો સરળતાથી પોતાની બેઠકો જાળવી રાખવામાં સફળ રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *