ભાજપ સાંસદના પુત્રે શરીર સુખ માણવા 7 લાખ આપીને થાઈલેન્ડથી કોલગર્લ બોલાવી, કોલગર્લને થઈ ગયો કોરોના ને…….

નવી દિલ્લીઃ ભાજપના રાજ્યસભાના સાંસદના પુત્રે શરીર સુખ માણવા માટે થાઈલેન્ડથી બોલાવેલી કોલગર્લનુ કોરોનાના કારણે મોત થયુ હોવાનો સ્ફોટક આક્ષેપ સમાજવાદી પાર્ટીના પ્રવક્તા આઈ. પી. સિંહે કરતાં ખળભળાટ મચી ગયો છે.

આઈ.પી. સિંહે પોતાના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ મૂકી છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ઉભા રહીને સ્મિત કરી રહેલા ભાજપ સાંસદ સંજય શેઠના સુપત્ર સામે ગંભીર આરોપ છે. દુનિયાભરમા ચાલી રહેલા રોગચાળા વચ્ચે થોઈલેન્ડથી એક કોલગર્લ બોલાવાઈ હતી કે જેનું હવે કોરોનાથી મોત થઈ ગયું છે. શું યુપી પોલીસમાં આ ઘટનામાં કાર્યવાહી કરવાની હિંમત છે ? તપાસ કરવાની હિંમત છે ?

આઈ. પી .સિંહે કહ્યુ હતુ કે, લખનૌના એક મોટા બિઝનેસમેનના પુત્રે સાત લાખ ખર્ચીને થાઈલેન્ડથી કોલ ગર્લ બોલાવી હતી. 10 દિવસ પહેલા તેને લખનૌ બોલાવવામાં આવી હતી પણ દિવસમાં તે કોરોનાના સંક્રમણનો શિકાર બનતાં બિમારીમાં સપડાઈ જવાથી બિમાર પડી હતી. કોલગર્લની બિમારીની થાઈલેન્ડની એમ્બેસીને આ બિઝનેસમેનના પુત્રે જાણ કરી હતી. એમ્બેસીના હસ્તક્ષેપ બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી અને ત્યાં 3 મેના રોજ તેનુ મોત થયુ હતુ.

આઈ પી સિંહે આક્ષેપ કર્યો છે કે, આ કોલગર્લને બોલાવનાર રાજ્યસભા સાંસદ સંજય સેઠનો પુત્ર હતો. તેમણે સંજય સેઠની પીએમ મોદી સાથેની તસીવર શેર કરીને કહ્યુ હતુ કે, સંજય સેઠના પુત્ર પર ગંભીર આરોપ છે.કોરોનાની મહામારી વચ્ચે થાઈલેન્ડથી કોલ ગર્લ બોલાવવામાં આવે છે અને તેનુ કોરનાથી મોત થાય છે.પોલીસમાં તપાસ કરવાની હિંમત છે ખરી?

પોલીસે આ કેસમાં અત્યાર સુધી ભાજપના નેતા કે પુત્રની પૂછપરછ કરી નથી.  પોલીસ વિદેશી કોલગર્લનુ નેટવર્ક કેવી રીતે ચાલી રહ્યુ છે તેની તપાસ કરી રહી છે.

રિપોર્ટ પ્રમાણે, સલમાન નામના રાજસ્થાનના ટ્રાવેલ એજન્ટ દ્વારા તે ભારત આવી હતી અને રાજસ્થાનથી લખનઉ તેણે જ મોકલી હતી. ભારત આવ્યાના બે દિવસમાં જ કોલગર્લ બિમાર પડી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *