મુખ્યપ્રધાન રૂપાણીએ પોતાની સંપૂર્ણ ગ્રાન્ટના 1.5 કરોડ રૂપિયા રાજકોટની PDU હોસ્પિટલને OXYGEN PLANT માટે આપ્યા

મુખ્યમંત્રી વિજય રૂપાણી એ કોરોના વાઈરસના હાલના સંક્રણકાળમાં કોરોના સંક્રમિતોની સારવાર- સેવાનો આગવો ઉદાત જન સેવા સમર્પિત ભાવ દર્શાવ્યો છે. મુખ્યમંત્રીએ ધારાસભ્ય તરીકે તેમને મળતી વિકાસ કામોની રૂપિયા 1.5 કરોડની સંપૂર્ણ ગ્રાન્ટ કોરોના સંક્રમિતોની સારવારના ઉપયોગ માટે ઓક્સિજન પ્લાન્ટ ઉભા કરવા રાજકોટની પંડિત દિનદયાળ ઉપાધ્યાય હોસ્પિટલને ફાળવી આપી છે.

ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીએ તાજેતરમાં કોર કમિટીની બેઠકમાં દરેક ધારાસભ્યોએ પોતાની ધારાસભ્ય ગ્રાન્ટમાંથી ઓછામાં ઓછા 50 લાખ રૂપિયા કોરોનાની સારવાર માટે અદ્યતન સાધન સામગ્રી ખરીદવા આપવા તેવો નિર્ણય કરેલો છે. એટલુંજ નહીં, જો કોઈ ધારાસભ્ય ઈચ્છે તો આવા સાધનો ખરીદવા પોતાની સંપૂર્ણ MLA ગ્રાન્ટ પણ આપી શકશે તેવી જોગવાઈ પણ કરેલી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોનાના આ કપરાકાળમાં જન સેવા દાયિત્વનો પહેલરૂપ અભિગમ અપનાવી ધારાસભ્ય તરીકેની પોતાની સંપૂર્ણ એટલે કે રૂપિયા દોઢ કરોડની ગ્રાન્ટ રાજકોટની PDU હોસ્પિટલને ઓક્સિજન પ્લાન્ટ ઊભા કરવા આપી અન્યો માટે પ્રેરણારૂપ દ્રષ્ટાંત પૂરૂ પાડ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *