54 લોકો સામે કેસ દાખલ: PM મોદી, ફડણવીસ અને ભાજપના અન્ય નેતાઓ સાથે જોડાયેલો છે મામલો

પૂણે પોલીસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, પૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને અન્ય નેતાઓ વિરુદ્ધ ઓછામાં ઓછા 54 વ્યક્તિઓ માટે સોશિયલ મીડિયા પર અપશબ્દો પોસ્ટ કરવાના આરોપ હેઠળ કેસ નોંધ્યો છે. ભારતીય જનતા પાર્ટી (BJP) ના કાર્યકરની ફરિયાદના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે.

એક ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલ અનુસાર ભાજપના યુવા પાંખના રાજ્ય સચિવ એડવોકેટ પ્રદીપ ગાવડેએ આ મામલે 10 મેના રોજ પૂણે શહેર પોલીસના સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. અહેવાલમાં જણાવ્યા અનુસાર, સાયબર પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ ઇન્સ્પેક્ટર દગડૂ હેકે કહ્યું છે કે, “ભાજપના અધિકારી વિનીત બાજપેયીએ નોંધાવેલી એફઆઈઆરમાં 54 લોકો પર આરોપ મૂકવામાં આવ્યા છે.”

અહેવાલમાં જણાવ્યા અનુસાર ભારતીય જનતા પાર્ટી (BJP) ના કાર્યકરની ફરિયાદ આવ્યા બાદ તેના આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે. પૂણે પોલીસે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, પૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને અન્ય નેતાઓ વિરુદ્ધ ઓછામાં ઓછા 54 વ્યક્તિઓ માટે સોશિયલ મીડિયા પર અપશબ્દો પોસ્ટ કરવાના આરોપ હેઠળ કેસ નોંધ્યો છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *