14 મેના રોજ એટલે આજે સૂર્ય વૃષભ રાશિમાં આવી જશે અને આ રાશિમાં 14 જૂન સુધી રહેશે. સૂર્યના રાશિ બદલવાથી કર્ક, સિંહ, ધન અને મીન રાશિના લોકો માટે સારો સમય શરૂ થઇ શકે છે. તેમને ધનલાભ અને ઉન્નતિ મળી શકે છે. સ્વાસ્થ્યમાં સુધાર થશે. આ સિવાય મેષ, કન્યા અને મકર રાશિના લોકો માટે સમય સામાન્ય રહેશે. પરંતુ વૃષભ, મિથુન, તુલા, વૃશ્ચિક અને કુંભ રાશિના લોકોએ લગભગ એક મહિના સુધી સાવધાન રહેવું પડશે. આ લોકોને ધનહાનિ થઈ શકે છે. કામકાજમાં વિઘ્નો આવવાની શક્યતા છે. સ્વાસ્થ્ય માટે પણ સમય સારો રહેશે નહીં.
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે સૂર્યનું રાશિ પરિવર્તન ફળઃ-
4 રાશિના જાતકો માટે સૂર્યનું રાશિ પરિવર્તન શુભ રહેશેઃ-
વૃષભ રાશિનો સૂર્ય કર્ક, સિંહ, ધન અને મીન રાશિના લોકો માટે લાભદાયક રહેશે. આ લોકોને ભાગ્યનો સાથ મળશે અને દરેક કામમાં સફળતા પ્રાપ્ત થશે. ઘર-પરિવારમાં સુખદ વાતાવરણ રહેશે. લગ્નજીવનમાં સુખ અને શાંતિ જળવાયેલી રહેશે.
5 રાશિના લોકો માટે સૂર્યનું રાશિ પરિવર્તન યોગ્ય રહેશે નહીંઃ-
વૃષભ, મિથુન, તુલા, વૃશ્ચિક અને કુંભ રાશિના લોકો માટે સૂર્યની સ્થિતિ પરેશાનીઓ વધારી શકે છે. કોઇપણ કામમાં આકરી મહેનત કરવી પડશે પરંતુ આશા પ્રમાણે સફળતા મળી શકશે નહીં. માનસિક તણાવ રહેશે અને તેના કારણે એકાગ્રતા બની રહેશે નહીં. હાનિથી બચવા માટે નિષ્ણાતો પાસેથી સલાહ લેવી. સાવધાન રહો.
3 રાશિઓ માટે સમય સામાન્ય રહી શકે છેઃ-
મેષ, કન્યા અને મકર રાશિના લોકો માટે વૃષભ રાશિનો સૂર્ય સામાન્ય ફળ આપનાર સાબિત થશે. સૂર્યના કારણે કોઇ મોટું પરિવર્તન આ લોકોના જીવનમાં થશે નહીં. જેટલું કામ કરશે, તેટલો જ લાભ પ્રાપ્ત કરી શકશે. બેદરકારી ન કરે, નહીંતર હાનિ થઇ શકે છે.