UPSC Prelims Exam 2021 Postponed: કોરોનાની સ્થિતીને લઈને UPSCની પ્રિલિમ્સ પરિક્ષા સ્થગિત

સંઘ લોક સેવા આયોગ (UPSC)એ 27 જૂનના રોજ યોજાનાર સિવિલ સેવા પ્રિલિમ્સ પરિક્ષાને સ્થગિત કરી દીધી છે. દેશમાં વધતા કોરોનાના કેસને ધ્યાનમાં લઇને UPSCએ પરિક્ષાને સ્થગિત કરી દીધી છે. પરિક્ષાને સ્થગિત કરવાને લઇને upsc.gov.in પર સત્તાવાર રીતે નોટીસ પર જાહેર કરવામાં આવી છે. પરિક્ષા હવે 10 ઓક્ટોબરના રોજ યોજાશે. જે પણ લોકોએ આ પરિક્ષા માટે આવેદન કર્યુ હતુ તેઓ વેબસાઇટ પર જઇને સત્તાવાર નોટિસ ચેક કરી શકે છે.

નેટિસ પ્રમાણ, કોરોના વયરસને કારણે ઉપસ્થિત થયેલી પરિસ્થિતીઓના કારણે સંઘ લોક સેવા આયોગએ સિવિલ સેવા (પ્રારંભિક) પરિક્ષા, 2021ને સ્થગિત કરી દીધી છે. આ પરિક્ષા પહેલા 27 જુન 2021ના રોજ યોજાવાની હતી પરંતુ હવે તે 10 ઓક્ટોબર 2021ના રોજ લેવામાં આવશે

કોરોના મહામરીની ગંભીરતા જોઇને વિદ્યાર્થીઓ લાંબા સમયયથી પરિક્ષાઓને સ્થગિત કરવાની માંગણી કરી રહ્યા હતા. ગત વર્ષે પણ કોરોનાનું સંક્રમણ જોતા પરિક્ષા 31 મે થી સ્થગિત કરીને 4 ઓક્ટોબર 2020ના રોજ આયોજિત કરવામાં આવી હતી. આયોગ આની પહેલા કંબાઇંડ મેડિકલ એક્ઝામ અને અન્ય પરિક્ષાએ પણ સ્થગિત કરી ચૂકી છે. જે પણ લોકોએ આવેદન કર્યુ છે તેઓ પરિક્ષાને લઇને દરેક અપડેટ મેળવવા માટે નિયમિત રૂપે upsc.gov.in વેબસાઇટ પર જઇને ચેક કરી શકે છે.

હાલ દેશમાં કોરોનાના કેસ જે રીતે વધી રહ્યા છે તે ચિંતાનો વિષય બની ગયો છે. રોજના રેકોર્ડ કેસ નોંધાઇ રહ્યા છે અને દેશના કેટલાક રાજ્યોમાં લૉકડાઉનની પરિસ્થિતી છે તેવામાં રાજ્ય સરકારો પણ પોતાના બોર્ડની એક્ઝામ સ્થગિત અથવા તો કેન્સલ કરી ચૂક્યા છે તેવામાં હવે UPSC દ્વારા પણ પરિક્ષા સ્થગિત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *