અમીર બનાવી દેશે 1 રૂપિયાની નોટ
વાંચવામાં થોડું વિચિત્ર લાગી રહ્યું છે અને કદાચ તમે વિચારી પણ રહ્યા હશો કે 1 રૂપિયાની નોટ થી કોઇ અમીર કેવી રીતે બની શકે છે. તે પણ જ્યારે 1 રૂપિયાની નોટ અસ્તિત્વમાં પણ નથી. તમારી જાણકારી માટે તમને જણાવી દઇએ કે સરકારે ભલે 1 રૂપિયાની નોટ છાપવાનું બંધ કરી દીધું હોય પરંતુ આ હજુ કામનું સાબિત થઇ શકે છે. કોરોનાકાળ માં ઘરે બેઠા કમાણીનું સાધન શોધવું આ રીત તમારા માટે ફાયદાકારક સાબિત થશે.
નોટના બદલમાં મેળવો 45 હજાર રૂપિયા
કોઇન બજાર નામની વેબસાઇટ પર જૂની અને દુર્ભલ નોટ ની લે-વેચ થાય છે. આ વેબસાઇટ પર તાજેતરમાં જ 1 રૂપિયાની નોટને લઇને એક જાહેરાત આપવામાં આવી છે. તેના અનુસાર જો તમારી પાસે 1 રૂપિયા નોટ છે અને તે તેમના માપદંડ પર ખરી ઉતરે છે તો તમે તેના બદલામાં 45 હજાર રૂપિયા કમાઇ શકો છો. તમે જૂની નોટોની ગડ્ડી ચેક કરતાં પહેલાં શરતો જાણી લો.
એકદમ દુર્ભલ નોટની છે શોધ
આ વેબસાઇટ પર 1 રૂપિયાની દુર્ભલ નોટ માટે આપવામાં આવેલા જાહેરાતમાં કેટલીક શરતો પણ આપવામાં આવી છે. 1 રૂપિયાની નોટ પર નાણામંત્રી માં 1957 માં પ્રિંસિપલ સેક્રેટરી રહી ચૂકેલા એચ.એમ. પટેલ ની સહી જરૂરી છે. સાથે જ તેનો સીરિયલ નંબર 126345 હોવો જરૂરી છે. જો તમારી પાસે આવી નોટ છે તો તમે તેને આ વેબસાઇટ પર વેચવામાં બિલકુલ મોડું ના કરશો