Earthquake : ફરી એક વાર આસામની ધરતી ધ્રુજી ઉઠી, સવારમાં આવ્યો ભૂકંપનો આચંકો

આસામમાં શનિવારે સવારે ફરી એકવાર ધરતીકંપના આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું કે, આંચકોશનિવારે સવારે 8.33 વાગ્યે અનુભવાયો  હતો.

આ સમય દરમિયાન તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.9 માપવામાં આવી હતી. એનસીએસ અનુસાર, ભૂકંપ મધ્ય આસામના સોનીતપુર જિલ્લાના તેજપુરથી 41 કિલોમીટર દૂર પશ્ચિમ-ઉત્તર પશ્ચિમમાં આવ્યો હતો. તમને જણાવી દઇએ કે બે દિવસ પહેલા સોનીતપુરમાં 6.4 ની તીવ્રતાના ભુકંપના આંચકા અનુભવાયા હતા.

આસામના લોકો આજકાલ ભૂકંપના ભયમાં જીવી રહ્યા છે. રાજ્યમાં ભૂકંપના સતત આંચકા અનુભવાઈ રહ્યા છે. અઠવાડિયામાં બે વાર ભૂકંપના આચંકા આવતા હોય જેના કારણે લોકોમાં ભયનો માહોલ છે. શનિવારે સવારે સોનીતપુર વિસ્તારમાં ફરી એકવાર 3.9 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

આ સપ્તાહમાં આ બીજી વખત આ જ વિસ્તારમાં ભૂકંપથી ધ્રુજી ઉઠ્યો છે. જોકે આ ભૂકંપથી કોઈ નુકસાન થયું નથી. એનસીએસના જણાવ્યા અનુસાર ભૂકંપની ઊંડાઈ 16 કિમી હોવાનું જણાવાયું છે. આસામ તાજેતરના ધરતીકંપના અનેક આંચકાઓ અનુભવાઈ રહ્યા છે. ગયા મહિને સોનીતપુરમાં એક દિવસમાં 10 જેટલા ભૂકંપ આવ્યા હતા.

તે જ સમયે, બે દિવસ પહેલા આસામના સોનીતપુર, તેજપુર અને ગૌહાટીમાં જોરદાર આંચકા અનુભવાયા હતા. જોકે આ ભૂકંપનું કેન્દ્ર આસામમાં રહ્યું હોઇ પરંતુ તેના આંચકા ઉત્તર બંગાળ અને આજુબાજુના અન્ય વિસ્તારોમાં પણ અનુભવાયા હતા. આ સમય દરમિયાન રસ્તાઓ પર તિરાડો પડી હતી. ભૂકંપના કારણે ગુવાહાટી અને રાજ્યના અન્ય ભાગોમાં ઘણી ઇમારતોને નુકસાન થયું હતું.

મણિપુરના ઉખરુલમાં મોડી રાતે 10: 12 વાગ્યે ધરતીકંપનો તીવ્ર આંચકો અનુભવાયો હતો. સિસ્મોલોજીના નેશનલ સેન્ટર અનુસાર રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.3 હતી.

આખરે કેમ ભૂકંપ આવે છે ?
પૃથ્વીની અંદર 7 પ્લેટો છે, જે સતત ફરે છે. જ્યાં આ પ્લેટો વધુ ટકરાઈ જાય છે, તેને ઝોન ફોલ્ટ લાઇન કહેવામાં આવે છે. પ્લેટો વળાંકના ખૂણાને વારંવાર ટકરાઈ છે જ્યારે વધુ દબાણ બનાવવામાં આવે છે, પ્લેટો તૂટી જાય છે અને નીચેની ઉર્જા બહાર આવવાનો માર્ગ શોધે છે. પછી આ દબાણને કારણે ભૂકંપ આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *