રિયલમીએ ભારતનો સૌથી સસ્તો 5G સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. કંપનીએ ભારતીય માર્કેટમાં ‘રિયલમી 8 5G’નું 5GB+64GBનું વેરિઅન્ટ લોન્ચ કર્યું છે. આ ફોનમાં મીડિયાટેક ડાયમેન્સિટી 700 પ્રોસેસર મળે છે. ફોનનાં 4GB+128GB અને 8GB+128GB વેરિઅન્ટ પહેલાંથી લોન્ચ થઈ ચૂક્યા છે.
નવાં વેરિઅન્ટની કિંમત
રિયલમી 8 5Gનાં 4GB+64GB વેરિઅન્ટની કિંમત 13,999 રૂપિયા છે. તેના સુપરસોનિક બ્લૂ અને સુપરસોનિક બ્લેક કલર વેરિઅન્ટ લોન્ચ થયાં છે. તેની ખરીદી 18મેથી કંપનીની વેબસાઈટ અને ઈ-કોમર્સ સાઈટ પરથી કરી શકાશે. ફોનનાં 4GB+128GB વેરિઅન્ટની કિંમત 14,999 રૂપિયા અને 8GB+128GB વેરિઅન્ટની કિંમત 16,999 રૂપિયા છે.
રિયલમી 8 5Gનાં સ્પેસિફિકેશન
- આ ફોન ડ્યુઅલ નેનો સિમ સપોર્ટ કરે છે. તે એન્ડ્રોઈડ 11 બેઝ્ડ રિયલમી UI 2.0 OS પર રન કરે છે.

- ફોનમાં 6.5 ઈંચની ફુલ HD+ ડિસ્પ્લે મળે છે. તેનું રિઝોલ્યુશન 1080×2400 પિક્સલ છે. સ્ક્રીનને ડ્રેગનટ્રાયલ ગ્લાસનું પ્રોટેક્શન મળે છે. તેમાં ઓક્ટાકોર મીડિયાટેક ડાયમેન્સિટી 700 પ્રોસેસર સાથે ગેમિંગ માટે ARM માલી G57 MC2 GPU મળે છે.
- ફોનમાં ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ છે. તેમાં 48MPનો મેઈન સેમસંગ GM1નું પ્રાઈમરી સેન્સર છે. સાથે જ 2MPનું મોનોક્રોમ સેન્સર અને 2MPનું ટેરેટરી સેન્સર મળે છે. ફોનમાં પ્રો મોડ, AI સ્કેન અને સુપર મેક્રો ઓપ્શનમાં છે.

- સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 16MPનો ફ્રન્ટ કેમેરા છે. તે પોટ્રેટ, નાઈટસ્કેપ અને ટાઈમલેપ્સ જેવાં ફીચર્સથી સજ્જ છે.

- ફોનનાં સ્ટોરેજને 1TB સુધી એક્સપાન્ડ કરી શકાય છે.
- કનેક્ટિવિટી માટે તેમાં 5G, 4G LTE, Wi-Fi 802.11ac, બ્લુટૂથ v5.1, GPS/ A-GPS અને USB Type-C સહિતના ઓપ્શન મળે છે.
- સિક્યોરિટી માટે ફોનમાં સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સેન્સર મળે છે.
- ફોનમાં 5000mAhની બેટરી મળે છે. તે 18 વૉટના ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે આવે છે.
- તેનું ડાયમેન્શન 162.5×74.8×8.5mm અને વજન 185 ગ્રામ છે.