
મુંબઇઃ બૉલીવુડમાં આજકાલ નેપૉટિઝ્મ ચાલી રહ્યું છે. સ્ટાર કિડ્સ બૉલીવુડમાં પોતાનુ ડેબ્યૂ કરી રહ્યાં છે. બૉલીવુડ ઇન્ડસ્ટ્રી વંશ-વારસાગત અને ભાઇ-ભત્રીજાવાદ સાથે ચાલી રહી છે. ત્યારે આ બધાની વચ્ચે કેટલાક સ્ટાર એવા પણ છે જેમને પોતાના દમ પર ઇન્સ્ટ્રીમાં એક આગવી ઓળખ ઉભી કરી છે. કેટલીક અભિનેત્રીઓ પણ એવી છે, જેને કોઇની પણ ભલામણ કર્યા વિના ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનો દમ પોતાના ટેલેન્ટના જોરે ઉભો કર્યો છે, જાણો આવી અભિનેત્રીઓ વિશે…..

Deepika Padukone: દીપિકા પાદુકોણ આજે કોઇના પરિચય માટે નવી નથી. આજથી 13 વર્ષ પહેલા ફિલ્મોમાં પોતાની કેરિયરની શરૂઆત કરનારી એક્ટ્રેસ દીપિકાએ બધુ જ પોતાની મહેનત પર મેળવી લીધુ છે, અને ટેલેન્ટના દમ પર દરેક મુકામ પર સક્સેસ થઇ છે. આજે પણ દીપિકા આગળ સતત વધી રહી છે. (ફોટો- સોશ્યલ મીડિયા)

Anushka Sharma: આર્મી પરિવાર સાથે સંબંધ ધરાવતી અનુષ્કા શર્મા જ્યારે મૉડેલિંગમાં આવી તો તે ઇન્ડસ્ટ્રીમાં કોઇને પણ ન હતી ઓળખતી, તેને મોકો મળ્યો અને તેને તે મોકો પર ચોકો મારી દીધો, અને આગળ વધી ગઇ. (ફોટો- સોશ્યલ મીડિયા)

Priyanka Chopra: પૂર્વ વિશ્વ સુંદરી આ હસીનાએ ખુદના દમ પર અનેક મુકામો હાંસલ કર્યા છે. હાલમાં તે એ લેવલ પર પહોંચી ગઇ છે જ્યાં આજે ઘણી બધી એક્ટ્રેસ પહોંચવા માંગે છે. માત્ર બૉલીવુડ જ નહીં પરંતુ પ્રિયંકા ચોપડાએ તો પોતાનો સિક્કો હૉલીવુડમાં પણ જમાવી દીધો છે, અને આની પાછળ માત્ર ને માત્ર પ્રિયંકાની મહેનત અને ટેલેન્ટ છે. (ફોટો- સોશ્યલ મીડિયા)

Kangana Ranaut: કંગના સ્કૂલમાંથી નાપાસ થઇ તો ઘર છોડીને દિલ્હી આવી ગઇ હતી. અહીંથી તેની કિસ્મતનો સંઘર્ષ શરૂ થયો, પરંતુ કંગનાએ ક્યારેય હાર ના માની, અને એક પછી એક સફળતા હાંસલ કરી, તે પણ ફક્ત પોતાના મહેનત અને ટેલેન્ટના દમ પર. આજે તે એક સક્સેસ એક્ટ્રેસ છે. (ફોટો- સોશ્યલ મીડિયા)

Bhumi Pednekar: દમ લગા કે હઇશામાં દેખાઇ ચૂકેલી ભૂમિ પેડનેકર કદાય ખુદ પણ નહીં જાણતી હોય, કે તે આ રૉલથી શુ કમાલ કરી દેશે. આજે ભૂમિ પેડનેકરની ગણતરી એક શાનદાર અભિનેત્રીમાં થાય છે, અને આ બધુ તેની મહેનતનો કમાલ છે. (ફોટો- સોશ્યલ મીડિયા)

Taapsee Pannu: તાપસી પન્નૂ હિન્દી ફિલ્મોમાં આવી તે પહેલા સાઉથમાં દેખાઇ ચૂકી છે. તાપસીએ ચશ્મે બદૂર ફિલ્મથી બૉલીવુડમાં પગ મુક્યો હતો, પરંતુ આ ફિલ્મ બાદ તે નામ નામ શબાના, બેબી, પિન્ક અને બદલા જેવી ફિલ્મો કરીને છવાઇ ગઇ. (ફોટો- સોશ્યલ મીડિયા)