કોરોનાકાળમાં શિખર ધવન પણ મદદ માટે આગળ આવ્યો, તેની મદદને લઈને પોલીસે આભાર વ્યક્ત કર્યો

ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર બેટ્સમેન શિખર ધવને (Shikhar Dhawan) ગુડગાંવ પોલીસને લોકોને વિતરણ કરવા માટે કેટલાંક ઓક્સિજન કન્સ્ટ્રેટર (Oxygen Constructor) દાન આપ્યા હતા. ગુડગાંવ પોલીસે પોતાની કચેરીમાં વિતરણ માટે મુકવામાં આવેલા જે કન્સ્ટ્રેટરની એક તસ્વીર શેર કરીને શિખર ધવનનો આભાર માન્યો હતો.
ગુડગાંવ પોલીસે તસ્વીર શેર કરીને લખ્યુ હતુ કે, અમારા પ્રતિબદ્ધ પ્રયાસોને આગળ વધારવા માટે ઓક્સિજન કન્સ્ટ્રેટર આપવાને લઈને અમે શિખર ધવનના આભારી છીએ.
શિખર ધવને આઈપીએલમાં પૃથ્વી શોની સાથે દિલ્હી કેપિટલ્સના માટે એક શાનદાર ભાગીદારી રમત રમવાનો આનંદ જ્યાં સુધી ટુર્નામેન્ટ સ્થગીતના થઈ ત્યાં સુધી લીધો હતો.
ગુડગાંવ પોલીસના આભારની સામે શિખર ધવને પણ ટ્વીટ કરીને કહ્યું હતુ કે આ મહામારીમાં પોતાના લોકોની સેવા કરવાનો આભારી છુ. મદદનું નાનકડુ પ્રતિક. આપણાં લોકો અને સમાજની પુરી મદદ કરવા માટે હંમેશા તૈયાર. ભારત આ મહામારીની સામે ઉભુ થશે અને ચમકશે. ધવને સૌને સુરક્ષિત રહેવા માટે પણ અનુરોધ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *