
મેષ: ગણેશજી કહે છે, પરિવાર સાથે સુખદાયી સમય વિતાવશો. વેપારમાં લાભદાયી સ્થિતિ બનશે. આર્થિક મામલે આ અઠવાડિયે સારા પરિણામ મળી શકે છે. કોઈ ગમતા વ્યક્તિ પાછળ ખર્ચ કરી શકો છો. રોકાણમાં કોઈ તમારી મદદ માટે આગળ આવી શકે છે. મન પ્રસન્ન રહેશે.

વૃષભ: ગણેશજી કહે છે, નોકરી વ્યવસાય સંબંધિત કરેલી યાત્રા સફળ થશે. આર્થિક મામલે સમય સાનુકૂળ છે અને ધન વૃદ્ધિના શુભ યોગ બની રહ્યા છે. અઠવાડિયાના અંતે કોઈ વડીલની સલાહ મદદરૂપ સાબિત થઈ શકે છે. સ્વાસ્થ્યમાં સારા પરિણામ મળશે.

મિથુન: ગણેશજી કહે છે, ઘરની સજાવટ માટે શોપિંગ કરી શકો છો. આર્થિક દ્રષ્ટિકોણથી સમય સાનુકૂળ છે અને ધન વૃદ્ધિના સારા સંયોગ બની રહ્યા છે. અઠવાડિયાના અંતે તણાવના કારણે તમારા સ્વાસ્થ્ય પર પણ અસર થઈ શકે છે. કાર્યક્ષેત્રે થોડા આશાવાદી બનશો તો જ સારું ફળ મળશે.

કર્ક: ગણેશજી કહે છે, આર્થિક મામલે સારા પરિણામ મળશે. કાર્યક્ષેત્રે થોડા આશાવાદી રહેવાની જરૂર છે ત્યારે જ સફળતા મળશે. પારિવારિક જીવનમાં થોડી નિરાશા આવી શકે છે. આ અઠવાડિયે માનસિક સુખ-શાંતિ અનુભવશો. વેપારમાં સામાન્ય લાભ થશે.

સિંહ: ગણેશજી કહે છે, સ્વાસ્થ્ય મામલે અઠવાડિયું અનુકૂળ રહેશે. પરિવારમાં કોઈ પરિવર્તન બેચેની આપી શકે છે. અઠવાડિયાના અંતે સંતુલન જાળવીને રાખશો તો સફળતા મળશે. આર્થિક મામલે આ અઠવાડિયું જીવનમાં પરિવર્તન લાવશે. આ સપ્તાહે ધન વૃદ્ધિના સારા સંયોગ દેખાઈ રહ્યા છે. કાર્યક્ષેત્રે આ અઠવાડિયે વાતચીત દ્વારા ઉકેલ લાવી શકો છો.

કન્યા: ગણેશજી કહે છે, સ્વાસ્થ્યમાં તંદુરસ્તી અને સ્ફૂર્તિ અનુભવશો. કાર્યક્ષેત્રે સ્થિતિ ધીમે-ધીમે સુધરશે. યુવા વર્ગ દ્વારા શુભ સમાચાર મળી શકે છે. અઠવાડિયાના અંતે કોઈ સમાચાર મન દુઃખી કરી શકે છે. સંતાન સંબંધિત કોઈ ચિંતા સતાવી શકે છે. આ અઠવાડિયે આર્થિક મામલે ફાયદો થવાનો છે અને ધનલાભના શુભ સંયોગ બનતા દેખાઈ રહ્યા છે.

તુલા: ગણેશજી કહે છે, માર્કેટિંગ અને સેલ્સ સાથે જોડાયેલા લોકોને યાત્રા કરવી પડશે જે ફાયદાકારક નીવડશે. આ અઠવાડિયે બીમાર લોકોનું સ્વાસ્થ્ય સુધરવા માંડશે. રોકાણની યોજના આ અઠવાડિયે બની શકે છે. તમારા વિચારોને સંકુચિત ના રાખશો.

વૃશ્ચિક: ગણેશજી કહે છે, તમારી યોજના અને પ્રોજેક્ટ સમયસર પૂરા થશે જેના કારણે મન પ્રફુલ્લિત રહેશે. અઠવાડિયાના અંતે તમારા મનની વાત સાંભળીને નિર્ણય કરશો તો વધુ લાભ મળશે. આર્થિક ઉન્નતિ થશે પરંતુ વધુ થશે તેવી આશા ના રાખો. કાર્યક્ષેત્રે સહકર્મીઓની મદદ મળશે અને સફળતા તમારા કદમોમાં હશે.

ધનુ: ગણેશજી કહે છે, સ્વાસ્થ્ય ધીમે-ધીમે સુધરશે. મન વ્યાકુળ રહેશે. આર્થિક મામલે થોડો ખર્ચ થઈ શકે છે. અઠવાડિયાના અંતે જીવનમાં સુખ-સમૃદ્ધિ આવશે. કાર્યક્ષેત્રે સફળતા મળશે અને કોઈ નવો પ્રોજેક્ટ સારું પરિણામ આપશે. મન વ્યાકુળ રહેશે.

મકર: ગણેશજી કહે છે, આર્થિક મામલે આ અઠવાડિયું વધુ ખર્ચાળ રહી શકે છે. પરિવારનો સહયોગ આ અઠવાડિયે ઓછો મળશે. આ અઠવાડિયે ધૈર્ય સાથે રણનીતિ બનાવીને ચાલશો તો જીવનમાં આગળ વધી શકશો. શિક્ષણ અને ઘરેલુ વસ્તુઓ પાછળ ખર્ચ થશે. અન્યો પર વધારે ભરોસો ના રાખવો.

કુંભ: ગણેશજી કહે છે, ધન સંબંધિત મામલે કોઈ મહિલાની મદદ મળી શકે છે. પરિવાર સાથે આનંદદાયક સમય વિતાવશો. બાળકોને ખુશ કરવા પાછળ ધન ખર્ચાશે. આ અઠવાડિયે કાર્યક્ષેત્રે પ્રગતિ થશે અને પ્રોજેક્ટ અંગે કેટલાક મહત્વના નિર્ણય કરી શકો છો. પરિવારમાં જશ્નનો માહોલ રહેશે.

મીન: ગણેશજી કહે છે, સહકર્મીઓ સાથે તાલમેલ સારો રહેશે. પરિવારમાં કોઈ પરિવર્તન આવતાં અઠવાડિયાની શરૂઆતમાં બેચેની રહી શકે છે. અઠવાડિયાના અંતે ઘર કે પ્રોપર્ટી સંબંધિત સારા સમાચાર મળશે. કાર્યક્ષેત્રે સમય શુભ રહેશે અને પ્રગતિના માર્ગ ખુલશે. પ્રોજેક્ટમાં સફળતા મેળવી શકો છો.