દિવ્ય ભાસ્કર ૧૮/૦૫/૨૦૨૧
કોરોના વેક્સિન લેવા માટે દેશમાં લોકો અત્યારે ઉત્સાહિત છે. 1 માર્ચથી 18 વર્ષના લોકોને પણ કોરોના વેક્સિન લગાવવાની જાહેરાત બાદ દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તે વહેલી તકે વેક્સિન લગાવી લે, પરંતુ કેટલાક લોકોને વેક્સિન લગાવ્યા બાદ થતી આડઅસરનો પણ ડર લાગે છે. તેથી વેક્સિન લેતા પહેલા અને કોવિડ-19 વેક્સિન લીધા બાદ કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.
વેક્સિન લગાવ્યા બાદ કેટલાક લોકોને તાવ અથવા શરીરમાં દુખાવા જેવી સમસ્યા થઈ રહી છે. આ બધાથી બચવા માટે કેટલીક ટિપ્સ ફોલો કરવી જરૂરી છે. વેક્સિન લેતા પહેતા સારી રીતે ખોરાક લેવો. એન્ક્ઝાઈટીને કંટ્રોલ કરવા માટે તળેલો અને ભારે ખોરાક ન ખાવો. વેક્સિનની સાઈડઈફેક્ટથી બચવા માટે હેલ્ધી ડાયટ લો. સેલિબ્રિટી અને સ્પોર્ટ્સ ન્યૂટ્રિશનિસ્ટ રાયન ફર્નાંડોએ સુપરફૂડ વિશે જણાવ્યું છે કે દરેક વ્યક્તિને વેક્સિન લગાવતા પહેલા અને લગાવ્યા બાદ જરૂર ખાવા જોઈએ, તે વેક્સિનની સાઈડ ઈફેક્ટથી બચવામાં મદદ કરે છે.










