બિટકોઈનમાં 6000 ડોલરનો કડાકો : એલન મસ્ક ક્રિપ્ટો વેચવા નિકળશે એવી અફવા

મુંબઈ : ક્રિપ્ટો કરન્સીની વૈશ્વિક બજારમાં આજે નવા સપ્તાહના પ્રથમ દિવસે મંદીનું મોજું આગળ વધ્યં  હતું. બિટકોઈનના ભાવ ગબડી 43 હજાર ડોલરની અંદર ઉતરતાં સાડા ત્રણ મહિનાનું તળીયું જોવા મળ્યું હતું. ટેસ્લાના એલન મસ્ક બિટકોઈન વેંચવા નિકળશે એવી હવા આજે વિશ્વબજારમાં ચગી હતી. જોકે ત્યારબાદ એલન મસ્કે જણાવ્યું હતું કે કંપનીએ આવું કોઈ વેંચાણ કર્યું નથી.

આના પગલે બજાર તળીયાન ામથાળે સ્થિર થતી પણ દેખાઈ હતી. બિટકોઈન પાછળ આજે ઈથેર, ડોજેકોઈન સહીતની વિવિધ ક્રિપ્ટો કરન્સીઓના ભાવ પણ ગબડયા હતા.  બિટકોઈનના ભાવ આજે ઉંચામાં 49275થી 49276 ડોલર થયા પછી ભાવ ગબડી નીચામાં 42212થી 42213 ડોલર બોલાઈ 44883થી 44884 ડોલર રહ્યાના નિર્દેશો દરીયાપારથી મળ્યા હતા.

બિટકોઈનમાં આજે વોલ્યુમ 59થી 60 અબજથી વધી 92થી 93 અબજ ડોલર થયું હતું જ્યારે માર્કેટ કેપ 853થી 854 અબજથી ઘટી 839થી 840 અબજ ડોલર નોંધાયું હતું. ઈન્વેસ્ટરોએ હોલ્ડિંગ ઘટાડવા પાંચ દિવસમાં આશરે 35 હજાર બિટકોઈનનો જથ્થો એક્સચેન્જો તરફ વળ્યાના સમાચાર મળ્યા હતા.

દરમિયાન, બિટકોઈનમાં  હવે નીચામાં 42 હજારની સપાટી તૂટશે તો 35 હજાર ડોલરના ભાવ જોવા મળશે એવી શક્યતા બજારનો અમુક વર્ગ બતાવી રહ્યો હતો. બિટકોઈનના ભાવ તાજેતરમાં 14મી એપ્રિલે રેકોર્ડ 64880 ડોલર થયા હતા અને ત્યાર પછી ભાવમાં 35 ટકાનો કડાકો બોલાયો હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યુ ંહતું. બિટકોઈન પાછળ આજે અન્ય ક્રિપ્ટો કરન્સીઓ પણ ગબડી હતી.

બિટકોઈનના ભાવ આજે આઠ ટકા તટયા હતા જ્યારે ઈથેરના ભાવ 7થી 8 ટકા ગબડયા હતા. ઈથેરના ભાવ આજે ઉંચામાં 3759થી 3760 ડોલર તથા નીચામાં 3125થી 3126 ડોલર થઈ 3435થી 3436 ડોલર રહ્યા હતા. ઈથેરમાં 3436 ડોલર રહ્યા હતા. ઈથેરમાં આજે વોલ્યુમ 86થી 87 અભજ ડોલરનું થયું હતું.

તથા માર્કેટ કેપ ઘટી 400 અબજ ડોલરની અંદર ઉતરી 398થી 399 અબજ ડોલર નોંધાયું હતું. ડોજેકોઈનના ભાવ આજે ઉંચામાં 53થી 54 સેન્ટ તથા નીચામાં 44થી 45 સેન્ટ થઈ 49થી 50 સેન્ટ રહ્યા હતા. 10થી 11 અબજ ડોલરના ટ્રેડિંગ વચ્ચે તેનું માર્કેટ કેપ આજે ઘટી 63થી 64 અબજ ડોલર થયાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *