અમદાવાદ : ટૌટે વાવાઝોડાને પરિણામે ગુજરાતમાં થયેલી તારાજીનું નિરીક્ષણ કરવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ ગુજરાતમાં વાવાઝોડાથી થયેલા નુકસાનનું હવાઈ નિરીક્ષણ કરશે. તેઓ નવી દિલ્હીથી સીધા ભાવનગર આવશે. દીવ, ગિર સોમનાથ, અમરેલી, ગિરસોમનાથના વાવાઝોડા ગ્રસ્ત વિસ્તારની તેઓ મુલાકાત લેવાના છે.
જાણકાર સૂત્રોનું કહેવું છે કે તેઓ સીધા ભાવનગર આવવાની શક્યતા છે. ભાવનગર આવ્યા પછી તેઓ દીવ, ગિરસોમનાથ, અમરેલીના વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે. આ સિવાયના વિસ્તારોમાં થયેલી તારાજી અંગેની વિગતો મેળવવા માટે તેઓ ભાવનગરથી અમદાવાદ આવશે. અમદાવાદ ઉતર્યા પછી મુખ્યમંત્રી વિજય રૂપાણી અને અધિકારીઓ સાથે ચર્ચા વિચારણ કરશે. તેઓ અમદાવાદથી સીધા દિલ્હી જવા રવાના થશે.