મ્યૂકોરમાઇકોસિસનો કેર : દેશમાં સાત હજારથી વધુ કેસ, 200થી વધુનાં મોત

ભારતમાં કોરોના વાઇરસની મહામારી સાથે હવે બ્લેક ફંગસ એટલે કે મ્યૂકોરમાઇકોસિસની મહામારીએ કેર વર્તાવ્યો છે. આ ફંગસના દેશભરમાં કુલ 7250 કેસો સામે આવ્યા છે જ્યારે 219 લોકોએ જીવ ગૂમાવ્યો છે. સૌથી ખરાબ સિૃથતિ મહારાષ્ટ્રની છે જ્યાં આ બિમારીને કારણે 90 લોકોએ જીવ ગૂમાવ્યો છે.

જ્યારે ગુજરાતમાં પણ 1200 જેટલા કેસ સામે આવ્યા છે અને 61 લોકોએ જીવ ગુમાવ્યો છે. જે રીતે કોરોના મહામારી સામે લડવા માટે રેમડેસિવિર ઇંજેક્શન અને સારવારમાં મહત્વપૂર્ણ ઓક્સિજનની અછત જોવા મળી હતી તેવી જ રીતે બ્લેક ફંગસ સામે લડવા માટે મહત્વપૂર્ણ ગણાતી દવા અને ઇંજેક્શનની પણ અછત જોવા મળી રહી છે.

અને મળે છે તો તેની કિમતો પણ મોટી વસુલવામાં આવી રહી છે. ખાસ કરીને કોરોનાના દર્દીઓમાં જ આ બ્લેક ફંગસનું પ્રમાણ હાલ વધુ જોવા મળી રહ્યું છે તેથી તેમને બેવડી સારવારની જરૂર પડી રહી છે. મહારાષ્ટ્ર બાદ સૌથી વધુ મોત ગુજરાતમાં થયા છે,

ગુજરાતમાં 61 લોકોએ જીવ ગુમાવ્યો હોવાના અહેવાલો છે, ત્રીજા ક્રમે મધ્ય પ્રદેશ છે જ્યાં 31 લોકોએ જીવ ગુમાવ્યો છે.  હરિયાણામાં આ બિમારીને કારણે 8 લોકોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં આઠ લોકોના મોત નિપજ્યા છે અને બધા જ મૃત્યુ લખનઉમાં થયા છે. અન્ય રાજ્યોના આંકડા હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી.

ઝારખંડમાં ચાર લોકોના મોત નિપજ્યા છે. એકનું મોત છત્તિસગઢ, 31ના મોત મધ્ય પ્રદેશમાં અને બિહારમાં પણ બે વ્યક્તિના મોત થયા છે. આસામ, ઓડિશા અને ગોવામાં પણ એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. કેટલાક રાજ્યોનો દાવો છે કે આ બિમારીની કેટલા લોકો પર અસર છે તેના ચોક્કસ આંકડા તેઓએ એકઠા નથી કર્યા.

રાજ્યો

કેસ

મૃત્યુ

મહારાષ્ટ્ર

1500

90

ગુજરાત

1200

61

મધ્યપ્રદેશ

575

31

હરિયાણા

268

8

દિલ્હી

203

1

ઉત્તર પ્રદેશ

169

8

બિહાર

103

2

છત્તીસગઢ

101

1

કર્ણાટક

97

0

તેલંગાણા

90

10

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *