નવી દિલ્લીઃ NHAI એટલેકે, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન઼્ડિયામાં નોકરી કરવાની ઉત્તમ તક. સરકારી નોકરી કરવાનું મન બનાવીને બેઠેલાં યુવાનો આ સોનેરી તક ચૂકતા નહીં. આ માટે (NHAI Recruitment 2021) NHAIએ ડેપ્યુટી મેનેજર (ટેકનીકલ) ના પદ માટે આવેદન મંગાવ્યા છે. આ પદ માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ NHAI ની વેબસાઈટ nhai.gov.in પર જઈને ફોર્મ ભરવું. આ પદ પર અરજી કરવાની છેલ્લી તારીખ 28 મે 2021 છે.
આ સિવાય ઉમેદવાર સીધી જ આ લિંક http://vacancy.nhai.org/vacancy/DMApplicationForm.aspx પર ક્લિક કરીને પણ આ અલગ- અલગ પદ માટે અરજી કરી શકે છે. સાથે જ આ લિંક https://nhai.gov.in/nhai/sites/default/files થી અધિકારીક નોટીફિકેશન પણ જોઈ શકે છે. આ ભર્તી પ્રક્રીયામાં 41 ઉમેદવારોને નોકરી મળશે.
કયા પદ માટે ભરતી
ડેપ્યુટી મેનેજર (ટેકનીકલ) – 41
UR – 18
ST – 6
OBC (NCL) કેન્દ્રીય સૂચી માત્ર – 4
EWS – 10
લાયકાત
ઉમેદવારોની પાસે કોઈ પણ પ્રકારની માન્યતા પ્રાપ્ત વિશ્વવિધ્યાલય/ સંસ્થાથી સિવિલ એન્જિનિયરિંગમાં ડિગ્રી હોવી જોઈએ. સાથે જ સિવિલ એન્જિનિયરિંગ ડિસીપ્લીનમાં ગ્રેજ્યુએટ એપ્ટીટ્યૂડ ટેસ્ટ (ગેટ) સ્કોર 2021 હોવો જોઈએ.
વય મર્યાદા
આ પદ માટે એપ્લાય કરવા માટે ઉમેદવારની ઉમર 30 વર્ષ હોવી જોઈએ. (આરક્ષીત શ્રેણીના ઉમેદવારોની વય મર્યાદામાં છૂટ)
કેવી રીતે થશે પસંદગી
એન્જિનિયરિંગ ડિસીપ્લીનમાં GATE 2021 સ્કોરના આધાર પર પસંદગી કરવામાં આવશે.