ચીનના હેકર્સની જગતના 103 દેશનાં કમ્પ્યુટર્સમાં ઘૂસણખોરી

ચીનના સાઈબર  જાસૂસો અને હેકર્સે  અત્યાર સુધીનો સૌથી મોટી   હુમલો  વિશ્વના કમ્પ્યુટરો પર બોલાવ્યો છે.  103 દેશના સરકારી અને ખાનગી કમ્પ્યુટર ‘હેક’ કરવામાં આવ્યા છે અને આ  આક્રમણમાં ચીનની સરકાર પોતે જ સંડોવાયેલી   હોવાની  આશંકા પણ ગુપ્તચર નિષ્ણાતોએ  દર્શાવી  છે. જો કે ચીને આવી કોઈ  સંડોવણીને નકારી કાઢી  છે.

આ  ખતરનાક  શક્તિશાળી સાઈબર  જાસૂસી નેટવર્ક  ભારત સહિત 103 દેશોના સરકારી અને  ખાનગી કમ્પ્યુટરોને  નિશાન બનાવ્યા  છે.  આમા  વોશિંગ્ટન સ્થિત ભારતીય દૂતાવાસથી માંડીને  તિબેટના બૌદ્ધ આધ્યાત્મિક ગુરૂ દલાઈ લામાના કમ્પ્યુટર સુધીના  કોમ્પ્યુટરમાં  ઘુસણખોરી  કરવામાં આવી  છે અને કમ્પ્યુટર હેક કરી લેવાયા છે.  કેનેડાના સંશોધનકારોએ  પકડી પાડયું છે કે આ હેકિંગ  નેટવર્કનું સંચાલન  ચીનમાંથી થઈ રહ્યું છે અને  અન્ય દેશોના ગોપનીય  દસ્તાવેજો  ચોરવાનો  કારસો ધમધમી  રહ્યો છે.

થોડા સમય પહેલાં  ન્યુયોર્ક  ટાઈમ્સમાં  પ્રસિધ્ધ થયલા અહેવાલમાં  જણાવવામાં આવ્યું  છે કે,   અમેરિકાના  અનેક  સરકારી કાર્યાલયોના  કોમ્પ્યુટર નેટવર્કમાં  ચીની  જાસૂસીઓએ ઘુસણખોરી કરી લીધી છે. આ ઉપરાંત નાટોના  એક કમ્પ્યુટર ઉપર અડધો  દિવસ સુધી  હેકર્સે નજર રાખી હતી.  આ

ઉપરાંત ભારતીય  દૂતાવાસના કમ્પ્યુટરમાં  પણ ખાંખા-ખોળા  કરવામાં આવેલા. આવી જ રીતે  યુનિવર્સિટી ઓફ ટોરોન્ટોમાં  મોંડ સેન્ટર ફોર ઈન્ટરનેશનલ સ્ટડીઝના શોધકર્તાઓને દલાઈ  લામાના કોમ્પ્યુટરની  ચકાસણીનું  કામ સોંપાયું  ત્યારે  તેમાં પણ હેકર્સે હાથ ચાલાકી બતાવી હોવાનું જોવા મળ્યું હતું.

ચીનમાંથી જ થયેલી આ ઘુસણખોરી સામે અમેરિકા, રશિયા સહિતના દેશોએ  અત્યાધુનિક  યંત્ર સામગ્રીઓ પણ કામે લગાડી  છે.  અત્યાર  સુધી એક સાથે આટલા બધા દેશોના  કોમ્પ્યુટર  નિશાન બન્યા હોવાનું કારસ્તાન  પ્રથમ  વખત જ કોઈ  સંશોધક  શોધી શક્યા છે.

ચીની હેકર્સો  કે બીજા દેશના બંડખોરોએ ભારતના સંરક્ષણ ખાતાથી લઈને ભાભા અણુમથક, મિસાઈલ સેન્ટર, સોફ્ટવેર કંપનીઓના કમ્પ્યુટરમાં  સેંધ મારી છે.  આપણા  સ્થાનિક હેકર્સો પણ આવા કારસ્તાન કરે છે.

ભારતમાં સાયબર ક્રાઇમને અટકાવવો આસાન નથી કેમ કે, ઇન્ફોર્મેશન ટેકનોલોજી સાથે સંકળાયેલા કાયદા નબળા છે. નવા સુધારા સાથેના કાયદા તૈયાર કરાયા છે પરંતુ તેનું અમલીકરણ કરાતું નથી. આવા કાયદાનું અમલીકરણ પણ ઘણું નોન-ટેકનિકલ રીતે થતું હોય છે. ઘણાં રાજ્યોએ સાયબર ક્રાઇમ સેલ શરૂ કર્યા છે પરંતુ ઇન્ટરનેટપર છેતરાયેલી વ્યક્તિ ફરિયાદ કરવા જાય અને તેની તપાસ થાય ત્યાં સુધીમાં તો ગુનેગાર ગુમ થઈ જાય છે.

સાયબર ક્રાઇમ આચરનારાઓ માત્ર નાઇજીરીયા કે ઉત્તર કોરિયાના હોય છે એવું નથી ભારતમાં પણ હેકિંગ કરનારા હોય છે. નાઇજીરીયાના હેકર્સમાં ઇ-મેલ દ્વારા થતી છેતરપીંડી કરનારાઓનો પણ સમાવેશ થાય છે. પોતાને મોટી મિલકત મળી છે અને હું પૈસા ટ્રાન્સફર કરવા માગું છું એમ કહીને લોકોને ટ્રેપમાં ફસાવનાર ટોળકી ઘણીવાર પોલીસના હાથે પકડાઈ છે પરંતુ આ ધંધાને કોઈ અટકાવી શક્યું નથી. લાખો ડોલર કમાવી લેવાની લાલચમાં લોકો સપડાઈ જાય છે.

દુનિયામાં  મે મહિનામાં જ થયેલાં  સૌથી મોટા સાયબર એટેક્સ

દુનિયામાં રોજ મોટાપાયે રેન્સમવેર એટેક  થાય છે પણ મોટાભાગે કંપનીઓ તેઓ રેમન્સવેરનો ભોગ બની હોવાનું સ્વીકારતી નથી. હેકર્સ તેમની માહિતી લીક કરે તે પછી તેઓ આ બાબતને સ્વીકારે છે. નીચે આ મહિનામાં જ થયેલાં કેટલાક રેન્સમવેર એટેકની વિગતો આપી છે.

યુએસમાં આવેલી સૌથી મોટી બળતણની પાઇપલાઇન સિસ્ટમ પર સાયબર એટેકન થવાને કારણે ઇમરજન્સી જાહેર કરવી પડી હતી. કોલોનિયલ પાઇપલાઇન કંપની પર સાતમી મે, 2021માં રેન્સમવેર એટેક થતાં કંપનીએ તેની કામગીરી બંધ કરી દેવી પડી હતી અને સમગ્ર સિસ્ટમ ઓફલાઇન કરી દેવી પડી હતી. એફબીઆઇ દ્વારા આ રેન્સમવેર એટેક ડાર્કસાઇડ રેન્સમવેર ગેંગ દ્વારા કરવામાં આવ્યો હોવનું જણાવવામાં આવ્યું હતુું.  હોટબીટ ક્રિપ્ટો એકસચેન્જ પર સાયબર એટક

ચીનના આ ક્રિપ્ટોકરન્સી એકસચેન્જ પર 29 એપ્રિલ 2021ના રોજ હેકર્સ ત્રાટક્યા હતા. તેમણે એક્સચેન્જના હોટવોલેટસ મેળવવાનો પ્રયાસ કર્યો હતો પણ તે સફળ ન થતાં 20 લાખ વપરાશકારોનો ડેટાબેઝ ર્હકર્સે ઉડાવી દીધો હતો. 200 સર્વર્સમાં સચવાયેલા આ ડેટા બેઝ નષ્ટ થઇ જતાં તેમના બેકઅપમાંથી ડેટા મેળવવો પડશે. કંપનીએ જણાવ્યું હતું કે સિક્યોરિટીના કારણસર તેમણે હવે નવેસરથી ઇન્ફ્રાસ્ટ્રકચર વિકસાવવું પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *