ઉત્તરપ્રદેશમાં આગામી વર્ષે થનારી વિધાનસભા ચૂંટણીને લઈને સંઘને ચિંતા છે. એને લઈને સંઘે રવિવારે એક મીટિંગ કરી છે. એમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ સામેલ હતા. બેઠકમાં ઉત્તરપ્રદેશમાં કોરોનાનો પ્રભાવ અને એની ચૂંટણીઓ પર થનારી અસરને લઈને ચર્ચા કરવામાં આવી. એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે દિલ્હીમાં થયેલી આ બેઠક પછી પાર્ટી અને સંગઠન સ્તર પર મોટા નિર્ણય લેવામાં આવી શકે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, દિલ્હીમાં થયેલી આ બેઠક પછી પાર્ટી અને સંગઠન સ્તર પર મોટો નિર્ણય લેવામાં આવી શકે છે, જેથી ઉત્તરપ્રદેશમાં થનારી ચૂંટણી પહેલાં પાર્ટીની છબિને થયેલા નુકસાનની ભરપાઈ થઈ શકે. આ બેઠકમાં સંઘ પ્રમુખ દત્તાત્રેય હોસેબોલે, ઉત્તરપ્રદેશમાં સંગઠનના પ્રમુખ સુનીલ બંસલ પણ સામેલ હતા. સૂત્રોના જણાવ્યા મુજબ, કોરોનાને કારણે ભાજપની છબિ લોકોમાં બની છે, તેની પર ગંભીર ચિંતા આ બેઠકમાં જાહેર કરવામાં આવી છે.
ભાજપની ચિંતા- મોદી પર સીધો હુમલો
કોરોનાની બીજી લહેર દરમિયાન મોદી પર થઈ રહેલા સીધા હુમલાથી ભાજપ હેરાન છે. બીજી લહેરે દેશને ઢંઢોળ્યો છે. સ્વાસ્થ્ય સેવાઓને લઈને સરકારની તૈયારીઓ બધા સમક્ષ ઉજાગર થઈ છે. આ સિવાય વેક્સિન, ઓક્સિજન, બેડ અને દવાઓની અછતની તૈયારીઓની ખામીને ઉજાગર કરવામાં આવી.
ઉત્તરપ્રદેશ કોરોનાથી ખરાબ રીતે પ્રભાવિત થનારાં રાજ્યોમાં સામેલ છે. ગંગામાં વહેતા શબે રાજ્યમાં થયેલાં મૃત્યુનું સત્ય બધાની સામે ખુલ્લું પાડ્યું છે. કોરોનાની સ્થિતિને સંભાળવાને લઈને યોગી સરકાર પર સવાલ ઊઠી રહ્યા છે. એ વાત પર પણ સવાલ છે કે ઉત્તરપ્રદેશમાં ટેસ્ટ અને કેસના આંકડાઓ પણ સાચા છે કે કેમ?
નડ્ડાએ કાર્યકર્તાઓને કોરોના પ્રભાવિતોની મદદ કરવા અપીલ કરી
ભાજપ-અધ્યક્ષ જેપી નડ્ડાએ ગત સપ્તાહે ભાજપશાસિત રાજ્યોને એક લેટર મોકલ્યો છે. એમાં કાર્યકર્તાઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ 30 મેના રોજ મોદીના કાર્યકળને 7 વર્ષ પૂર્ણ થવા પર કોઈ આયોજન ન કરે. નડ્ડાએ કહ્યું હતું કે કાર્યકર્તાઓ આ પ્રસંગે સમાજસેવાનું કામ કરે.
નડ્ડાએ લખ્યું છે કે એવાં બાળકોની મદદ કરો, જેમણે કોરોનામાં પોતાનાં માતા-પિતાને ગુમાવી દીધાં છે. તેમને શક્ય હોય તેટલી તમામ મદદ કરવામાં આવે. આ આપણી સામાજિક જવાબદાર છે. ભાજપશાસિત રાજ્યોમાં મોદી સરકારનાં 7 વર્ષ પૂર્ણ થવા પર આ સ્કીમને લોન્ચ કરવા પર વિચાર છે. ભાજપે કાર્યકર્તાઓને કહ્યું હતું કે હોસ્પિટલોમાં બેડ, દવાઓ અને ઓક્સિજનની વ્યવસ્થા કરવામાં મદદ કરવામાં આવે.