આજે ગાંધીનગરમાં મળશે કેબિનેટ બેઠક, ખેડૂતોને સહાય માટે થઈ શકે છે મોટી જાહેરાત

આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતાએ કેબિનેટ બેઠક મળવાની છે. આજે સવારે 10.30 કલાકે કેબિનેટ બેઠક મળશે. જેમાં વાવાઝૉડા બાદ કૃષિ અને બાગાયતી પાકોમા થયેલ નુકશાનનીના વળતર સંદર્ભે ચર્ચા કરીને જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. વાવાઝૉડાનાં કારણે થયેલ કૃષિ નુકશાનીનો રિપોર્ટ કેબિનેટ બેઠકમાં રજુ કરવામાં આવે તેવી શક્યતા છે. સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમણનાં ઘટતા કેસો અને રાજ્યમાં ચાલી રહેલા વેક્સીનેશન પ્રોગ્રામને વધુ વેગવાન બનાવવા સંદર્ભે પણ ચર્ચા થશે.

સરકાર આજે કરી શકે છે જાહેરાત 
તૌકતે વાવાઝોડામાં ખેડૂતોને મોટાપાયે નુકસાન થયું છે. બાગાયતમાં થયેલા નુકસાનને લઈ કૃષિ મંત્રીને રિવ્યુ બેઠક અનેક રજૂઆતો મળી છે. બાગાયતમાં થયેલા નુકશાનમાં પ્રતિ હેક્ટર સહાય 1 લાખ સુધી આપવા રજુઆત કરાઈ છે. બાગાયતમાં કુલ પ્રતિ હેક્ટર 70 થી 80 હજાર સુધી સહાય આપવા કોર ગ્રુપમાં લીલી ઝંડી મળવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. તેમજ નિયમથી બહાર જઈ રાજ્ય સરકાર બાગાયતમાં થયેલા નુકશાનમાં ખેડૂતોને સહાય કરશે. નિયમાનુસાર હાલ પ્રતિ હેક્ટર રૂપિયા 20 હજારની સહાય થઈ શકે છે. અગાઉ રિવ્યુ બેઠકમાં મુખ્યમંત્રીએ પ્રતિ હેક્ટર બાગાયતમાં થયેલા નુકશાનમાં રૂપિયા 60 હજાર સુધી સહાય માટે તૈયારી બતાવી હતી. તેમજ કેરી અને નાળિયેરીમાં થયેલા નુકશાન સંપૂર્ણ નાશ થયેલા વૃક્ષોનો પણ સહાયમાં સમાવેશ કરાશે તેવુ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. જોકે, કેબિનેટ બેઠક બાદ કૃષિ મંત્રી જાહેરાત કરે તેવી શક્યતા છે. ઉનાળુ પાકમાં નુકશાનીમાં પણ સહાયના ધોરણોમાં સરકાર ફેરફાર કરી શકે તેવી શક્યતા છે. ખેડૂતોને વધુમાં વધુ સહાય માટે રિવ્યુ બેઠકમાં રજૂઆતો મળી હતી.

તે બીજી તરફ, વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ મુખ્યમંત્રીને ખેડૂતોએ લીધેલી લોન સંપુર્ણપણે માફ કરાવા માંગ કરી છે. સહકારી મંડળી કૃષિ બેંક રાષ્ટ્રીયકૃત બેંક સહિતની સંસ્થાઓમાંથી લીધેલી લોન માફ કરવા તેમણે માંગ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *