નવી દિલ્હી : મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ સુબોધ કુમાર જયસ્વાલને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઇ)ના ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
તેઓ હાલ સીઆઇએફએસના ચીફ તરીકે કાર્યરત છે અને ભૂતકાળમાં ઈન્ટેલિજન્સ બ્યુરો તેમજ રૉમાં પણ ઉચ્ચ પદો પર કામ કરવાનો અનુભવ ધરાવે છે. સીબીઆઇના નવા કાયમી ડાયરેક્ટરની નિમણુંકને લઇને પીએમના આવાસે બેઠક યોજાઇ હતી. જે દરમિયાન મુખ્ય ન્યાયાધીશે એક એવો નિયમ બતાવ્યો જેને કારણે સરકારે જે બે નામ સુચવ્યા હતા તેને આ પદની રેસમાંથી બાદ કરી દેવામાં આવ્યા છે.
અગાઉ સીબીઆઈ વડાની નિમણૂક માટેની બેઠકમાં હાજર ચીફ જસ્ટિસ એન વી રમન્નાએ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટની ગાઇડલાઇન મુજબ આ પદ માટે એવા આઇપીએસની પસંદગી ન કરી શકાય કે જેનો કાર્યકાળ છ મહિના જ બચ્યો હોય. જેને પગલે સરકાર દ્વારા બે નામો સુચવવામાં આવ્યા હતા તે રાકેશ અસૃથાના અને વાયસી મોદીની બાદબાકી કરી દેવામાં આવી હતી.
ચીફ જસ્ટિસ દ્વારા ઉઠાવવામાં આવેલા રૂલ ઓફ લોના મામલાને વિપક્ષના નેતા અિધર રંજન ચૌધરી દ્વારા પણ સમર્થન મળ્યું હતું. સરકાર દ્વારા યાદીમાં સામેલ વાયસી મોદી હાલ એનઆઇએના ચીફ છે અને આ મહિને નિવૃત થવા જઇ રહ્યા છે. જ્યારે રાકેશ અસૃથાના બીએસએફની કમાન સંભાળી રહ્યા છે અને તેમનો કાર્યકાળ પણ જુલાઇ મહિનામાં પૂર્ણ થવા જઇ રહ્યો છે.