કોરોના થયા વગર પણ થઈ શકે છે બ્લેક ફંગસ, જાણો કારણો અને બચવાના ઘરેલુ ઉપાય

કોરોના (Corona) વાયરસની બીજી લહેર વચ્ચે મ્યુકરમાઇકોસીસ (Mucormycosis) એટલે કે બ્લેક ફંગસ બીમારીએ પણ હાહાકાર મચાવ્યો છે. વ્યક્તિ કોરોનાથી સાજો થઈ પણ જાય, પરંતુ તેના પછી પણ ઝડપથી ફેલાનારા આ સંક્રમણનો શિકાર થઈ શકે છે. તેને મ્યુકરમાઇકોસીસ પણ કહેવાય છે.

જે સામાન્ય રીતે એવા દર્દીમાં જોવા મળે છે જે હોસ્પિટલમાં દાખલ થયા બાદ વેન્ટિલેટર અથવા તો ઓક્સિજન પર હતા અને તેમને લાંબા સમય સુધી સ્ટીરિયોડ આપવામાં આવ્યું હોય. આવા સમયે લોકોના મનમાં એક સવાલ એ ઉભો થાય છે, કોરોના વગર પણ Black Fungus થઈ શકે છે? શું કહે છે જાણકારો આવો જાણીએ.

તેના વિશે ડોક્ટરોએ પહેલા પણ જણાવ્યું હતું કે, ફંગસ હવા અને માટીમાં રહેલ છે. જેમાં ઇમ્યુનીટી ઓછી છે, જેઓ માસ્ક પહેરવામાં અને સ્વચ્છતામાં ધ્યાન નથી રાખતા અથવા તેમનું બ્લડ સુગર હાઇ હોય છે તેમને મ્યુકરમાઇકોસીસનો ખતરો વધારે છે.

કેવી સ્થિતિમાં થાય છે Black Fungus?
નીતિ આયોગના સભ્ય બી.કે. પૌલે હાલમાં જણાવ્યું છે કે, બ્લડ શુગર લેવલ જો 700 થી 800 સુધી પહોંચી જાય છે. તો આવી સ્થિતિને ડાયાબિટીક કિટોએસીડોસીસ કહેવાય છે. જેમાં આ બ્લેક ફંગસ બાળકો અથવા તો મોટામાં ન્યુમોનિયા જેવી બીમારીઓના ખતરાને પણ વધારી દે છે.

કેવી રીતે બચશો?
બ્લેક ફંગસથી બચવા માટે સારી ઉંઘ લેવી જરૂરી છે અને તેના માટે તીખી તળેલી વસ્તુ ન ખાવી જોઈએ. પરંતુ ઓમેગા-૩ ફેટી એસિડ લેવા જોઈએ. કારણ કે તેમાં લીંફોસાઇટ્સ (Lymphocytes) વધારે છે. તેના માટે ભોજનમાં નટ્સ, સી ફૂડ, પ્લાન્ટ ઓઈલ જેમકે સોયા બીન ઓઈલ વગેરેનો સમાવેશ કરો.

પાલક, લસણ, ગ્રીન ટી, લીંબુ, મોસંબી, સંતરા, કેરી, પીનટ બટર જરૂરી છે. સાતથી આઠ કલાક ઉંઘ લો અને 20 મિનિટ ચાલવાનું રાખજો. આ સાથે ખૂબ પ્રમાણમાં લીલા શાકભાજી ખાઓ અને ખાંડ ઓછી કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *