યાસ ચક્રવાત : બંગાળમાં 3 લાખ ઘરોને નુકસાન, હવે ઓડિશામાં તોફાની પવન સાથે વરસાદ

યાસ વાવાઝોડું બુધવારે બપોરે બંગાળના જલપાઈગુડીએ ટકરાયું હતું. ત્યાર પછી વાવાઝોડું ઓડિશા પહોંચ્યું હતું. અહીં ભારે પવન સાથે વરસાદ પડ્યો. અહીથી 1 લાખ લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં આવ્યા છે. બંગળમાં 3 લાખ ઘરોને નુકસાન થયું છે. બંગાળના મુખ્યમંત્રીના જણાવ્યમા મુજબ આ તોફાનથી એક કરોડ લોકો પ્રભાવિત થયા છે. એક વ્યક્તિનું મોત થયું છે.

યાસ તોફાનના તાંડવ વચ્ચે બંગાળમાં ભૂકંપના આંચકા પણ અનુભવાયા હતા. જલપાઇગુડીમાં બુધવારે બપોરે 3.8 તીવ્રતાનો ભૂકંપ રેકોર્ડ કરવામાં આવ્યો હતો. આ ભૂકંપનું એપિસેન્ટર માલબજારમાં 5 કિલોમીટર ઊંડાણમાં હોવાનું સામે આવ્યું છે. સતત ધોધમાર વરસાદને કારણે હાવડા સ્થિત ગંગા નદીના જળસ્તરમાં વધારો નોંધાયો હતો. નદીનું પાણી બેલૂર મઠની અંદર ભરાઇ ગયું હતું.

10.30 થી 11.30 વચ્ચે દક્ષિણ બાલાસોરથી 20 કિમી નજીકથી પસાર થયું. આ દરમિયાન 140 કિમી પ્રતિકલાકની ગતિએ પવન ફૂંકાયો હતો. તોફાન પછી ઉત્તર-પશ્ચિમ દિશામાં ખસેડ્યું અને બાલાસોરથી લગભગ 15 કિમી દૂર દક્ષિણ-દક્ષિણ પશ્ચિમમાં કેન્દ્રિત કર્યું. યાસ ચક્રવાત બુધવારે સવારે લગભગ 9 વાગ્યે ઓડિશાના ભદ્રક જિલ્લાના તટપ્રદેશ સાથે ટકરાયો હતો. 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. ઘણા સ્થાનિક મકાનોમાં પાણી ભરાયા. ચક્રવાતને કારણે બિહાર, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, ઓડિશા, તમિલનાડુ અને કર્નાટકમાં ભારે વરસાદની આગાહી સાથે એલર્ટ પણ કરવામાં આવ્યા છે. ઓડિશા અને બંગાળના મોટાભાગના પ્રદેશોમાં મંગળવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. IMDના જણાવ્યા અનુસાર સવારે 9 વાગ્યાથી ચક્રવાતી વાવાઝોડું ફૂંકાવવાનું શરૂ થયું હતું.

યાસ ચક્રવાતને પરિણામે ઝારખંડના પશ્ચિમ સિંહભૂમ જિલ્લામાં સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વળીં, પટના સહિત બિહારના 26 જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી સાથે એલર્ટ કરવામાં આવ્યા છે. ઓડિશાના ચાંદીપુર અને બાલાસોરના દક્ષિણ 24 પરગાણા જિલ્લામાં ચક્રવાત સૌથી વધુ પ્રભાવી હતો. બંગાળના દીઘા અને મંદાર્માનીની હોટલો અને દુકાનોમાં સમુદ્રના પાણી ભરાઈ ગયા હતા.

અપડેટ્સ

  • તોફાનના લેન્ડફોલ થવાની પ્રક્રિયા શરૂ
  • યાસ ચક્રવાતથી પ્રભાવિત પ્રદેશોની સહાયતા કરવા માટે નેવીનું INS જહાજ ચિક્કામાં રાહત સામગ્રી લઇને ઓડિશાના ખોરદા જિલ્લામાં પહોંચ્યું.
  • ચક્રવાત લેન્ડફોલ થવાની પ્રક્રિયા સવારે 9 વાગ્યાથી શરૂ થઈ હતી.
  • ચક્રવાત ઓડિશાના ચાંદિપુર અને અબ્દુલ કલામ આઇલેન્ડ પર DRDOની મિસાઇલ લોન્ચિંગ સાઇટને નુકસાન પહોંચાડી શકે છે. અહીંયાથી લોન્ગ ડિસ્ટન્સ મિસાઇલોને લોન્ચ કરવામાં આવે છે.
  • 165 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને દરિયાના મોજા 2 મીટરથી 4.5 મીટર સુધી ઊંચા ઉછળી શકે છે.
  • પશ્ચિમ બંગાળના કોલકાતા, હાવડા અને હુગલી પણ 70-80 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
  • કોલકાતામાં સેનાની 9 બચાવ ટીમોને તૈયાર રાખવામાં આવી છે. આ ઉપરાંત ઉત્તર અને દક્ષિણના 24 પરગણાની સાથે પુરૂલિયા, ઝારગ્રામ, બીરભૂમ, બર્ધમાન, પશ્ચિમ મિદનાપુર, હાવડા, હુગલી, નાડિયામાં 17 ટીમો તૈનાત કરવામાં આવી છે.
  • ઓડિશાના બાસુદેવપુરમાં આશરે 400 લોકોને આશ્રયસ્થાનમાં ખસેડવામાં આવ્યા છે.

ઓડિશાના 6 જિલ્લાઓ હાઇરિસ્ક પર
પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં આપત્તિ રાહત ટીમો તૈનાત છે. એરફોર્સ અને નેવીએ તેમના કેટલાક હેલિકોપ્ટર અને બોટને પણ રાહત કાર્ય માટે તૈયાર રાખી છે. તોફાનને કારણે ઓડિશાના છ જિલ્લાઓને ઉચ્ચ જોખમ ક્ષેત્ર જાહેર કરવામાં આવ્યા છે. આમાં બાલાસોર, ભદ્રક, કેન્દ્રપરા, જગતસિંગપુર, મયુરભંજ અને કેઓંઝારનો સમાવેશ થાય છે.

વાવાઝોડાની અસરને કારણે ભુવનેશ્વરમાં મંગળવારથી ભારે વરસાદ પડી રહ્યો છે.
વાવાઝોડાની અસરને કારણે ભુવનેશ્વરમાં મંગળવારથી ભારે વરસાદ પડી રહ્યો છે.

400 લોકોને ઓડિશાના બાસુદેવપુરમાં આશ્રયસ્થાને મોકલાયા
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચક્રવાત બપોર સુધીમાં આકરો સ્વરૂપ લઈ શકે છે. પૂર્વ-મધ્ય બંગાળના અખાતમાંથી ઉદ્ભવેલું આ વાવાઝોડું ઉત્તરની સાથે ઉત્તર પશ્ચિમ દિશામાં વધુ ઝડપે આગળ વધી રહ્યું છે. ઓડિશાના બાસુદેવપુરમાં આશરે 400 લોકોને આશ્રયસ્થાનમાં ખસેડવામાં આવ્યા છે.

બંગાળના નાદિયામાં ચક્રવાત પહેલા ટ્રેનને ટ્રેક સાથે સાંકળોથી બાંધી દેવામાં આવી હતી.
બંગાળના નાદિયામાં ચક્રવાત પહેલા ટ્રેનને ટ્રેક સાથે સાંકળોથી બાંધી દેવામાં આવી હતી.

કોલકાતા એરપોર્ટ પર ઓપરેશન સ્થગિત
ચેતવણી બાદ બુધવારે સવારે સાડા આઠ વાગ્યાથી સાડા સાત વાગ્યા સુધી કોલકાતા એરપોર્ટ પર કામગીરી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાંત, ભારતીય રેલવેએ 29 મે સુધી દક્ષિણથી કોલકાતા સુધી 38 માર્ગો પર દોડતી લાંબા અંતરની ટ્રેનોને રદ કરી દીધી છે. તે જ સમયે, પૂર્વી રેલવેએ માલદા-બાલુરઘાટ પેસેન્જર ટ્રેનને પણ 26 અને 27 મે સુધી રદ કરી દીધી છે. તોફાનની ગતિને ધ્યાનમાં રાખીને, રેલવે સ્ટેશનો પર રેલવેના પાટા સાથે ટ્રેનોને લોખંડની ચેનથી બાંધી દેવામાં આવી છે, જેથી કોઈ અકસ્માત ન સર્જાય.

કોલકાતા સહિત પશ્ચિમ બંગાળના અનેક વિસ્તારોમાં સેનાએ 26 બચાવ ટીમો તૈનાત કરી છે.
કોલકાતા સહિત પશ્ચિમ બંગાળના અનેક વિસ્તારોમાં સેનાએ 26 બચાવ ટીમો તૈનાત કરી છે.

બંગાળમાં સમુદ્રનું જળસ્તર વધ્યું
ચક્રવાતને કારણે પશ્ચિમ બંગાળના શંકરપુર-દિખા બીચ પર દરિયાની સપાટી વધી છે. હવામાનમાં પરિવર્તન સાથે ભારે વરસાદની સંભાવના છે. કેટલાક સ્થળોએ વરસાદ શરૂ પણ થઇ ગયો છે. કોલકાતામાં સેનાની 9 બચાવ ટીમોને તૈયાર રાખવામાં આવી છે. આ ઉપરાંત ઉત્તર અને દક્ષિણના 24 પરગણાની સાથે પુરૂલિયા, ઝારગ્રામ, બીરભૂમ, બર્ધમાન, પશ્ચિમ મિદનાપુર, હાવડા, હુગલી, નાડિયામાં 17 ટીમો તૈનાત કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *