સંજય દત્ત UAEના ગોલ્ડન વીઝા મેળવનાર પહેલો ઇન્ડિયન એક્ટર

સંજય દત્તને UAE ગોલ્ડન વીઝા મળ્યા છે. સંજય દત્તે સો.મીડિયામાં આ અંગેની માહિતી આપી હતી. તસવીરમાં સંજય દત્ત UAEના ડિરેક્ટર જનરલ મોહમ્મદ અહમદ અલ મર્રી સાથે જોવા મળે છે. તેમણે સંજય દત્તને આ વીઝા આપ્યા હતા. સંજય દત્તે UAE સરકારનો આભાર પણ માન્યો છે.

સો.મીડિયામાં ખુશી પ્રગટ કરી
સંજય દત્તે બે તસવીરો પોસ્ટ કરીને કહ્યું હતું, મેજર મોહમ્મદ અલી મર્રીની હાજરીમાં સંયુક્ત અરબ અમીરાત માટે ગોલ્ડન વીઝા મેળવવાનું સન્માન મળ્યું. આ માટે UAE સરકારનો આભાર. ફ્લાઈ દુબઈના COO હમદ ઓબૈદલ્લાના સમર્થન માટે આભારી છું.

શા માટે ગોલ્ડન વીઝા મહત્ત્વના
ગોલ્ડન વીઝા લોંગ ટર્મ રેસિડન્સ ઈવેન્ટ છે, જે મે 2019માં વડાપ્રધાન તથા દુબઈના શાસકના અપ્રૂવલ બાદ શરૂ થઈ છે. વર્ષ 2020માં UAE સરકારે આ વીઝાની શરૂઆત કરી હતી. આ વીઝા 10 વર્ષ સુધી ચાલશે. આ વીઝાનો મુખ્ય ઉદ્દેશ પ્રતિભાશાળી લોકો ગલ્ફના દેશોમાં વસે તે છે. ખાસ કરીને Phd હોલ્ડર્સ, ડૉક્ટર્સ, એન્જિનિયર્સ તથા યુનિવર્સિટીના ટોપ ગ્રેજ્યુએટ્સ સામેલ છે. જોકે, સંજય દત્ત ભારતીય સિને ઈન્ડસ્ટ્રીમાંથી ગોલ્ડન વીઝા મેળવનાર પહેલો એક્ટર છે.

દુબઈના પ્રિન્સને પિતા બનવા પર શુભેચ્છા પાઠવી હતી
હાલમાં જ દુબઈના પ્રિન્સ શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમ જોડિયા બાળકોના પિતા બન્યા છે. સંજય દત્તે સો.મીડિયામાં શુભેચ્છા પાઠવીને કહ્યું હતું. જોડિયા બાળકોના સ્વાગત પર શેખમ હમદાન મોહમ્મદને શુભેચ્છા. હું તેમના માટે પ્રેમ, ભાગ્ય તથા ખુશીની કામના કરું છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *