આજથી AMTS-BRTS દોડશે હોટેલમાં રાત્રે 9 સુધી હોમ ડિલિવરી

અમદાવાદ : ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે જેના પગલે રાજ્ય સરકારે આંશિક લોકડાઉનમાં રાહત આપી છે. તા.28મીથી અમદાવાદ સહિત અન્ય શહેરોમાં 50 ટકા કેપેસિટી સાથે પબ્લિક ટ્રાન્સપોર્ટ શરૂ કરવા પણ લીલીઝંડી અપાઇ છે.

અમદાવાદ શહેરમાં યે બે મહિનાના લાંબા સમયગાળા બાદ એએમટીએસ-બીઆરટીએસ દોડશે. આ જ પ્રમાણે, હોટલ-રેસ્ટોરન્ટમાં ય રાત્રીના 9 વાગ્યા સુધી ટેક અવે અને હોમ ડિલિવરી થઇ શકશે જેથી હોટલ-રેસ્ટોરન્ટના મલિકો-સંચાલકોએ રાહતની લાગણી અનુભવી છે. અન્ય દુકાનોની જેમ હેર કટિંગ સલૂન-બ્યુટી પાર્લરને ખુલ્લા રાખવા છૂટછાટ અપાઇ છે. રાજ્યના ગૃહ વિભાગે રાત્રી કરફયુ-નિયંત્રણોને લઇને જાહેરનામુ બહાર પાડયુ છે.

ગુજરાતમાં કોરોનાની મહામારીને કારણે અમદાવાદ સહિત 36 શહેરોમા રાત્રી કરફ્યૂ લદાયો છે. કોરોનાના કેસો ઘટી રહ્યાં છે જેના પગલે સરકારે રાત્રી કરફ્યૂમાં ય એક કલાકની છૂટછાટ આપી છે. હવે રાત્રી કરફયૂનો સમય રાત્રીના 9 વાગ્યા થી સવારથી 6 વાગ્યા સુધી અમલમાં રહેશે.

રાજ્ય ગૃહ વિભાગના જાહેરનામા મુજબ, પબ્લિક ટ્રાન્સપોર્ટેને છૂટ આપવામાં આવી છે. શુક્રવારથી અમદાવાદમાં એએમટીએસ-બીઆરટીએસ દોડતી થશે પણ કોરોનાને કારણે સોશિયલ ડિસટન્સ સાથે 50 ટકા મુસાફરો ને બેસાડવામાં આવશે.

વડોદરા,સુરત અને રાજકોટ સહિતના શહેરોમાં ય મ્યુ.કોર્પોરેશન સંચાલિત બસોની અવરજવર શરૂ થશે. છેલ્લા બે મહિનાથી બસો બંઘ હોવાને લીધે મુસાફરોએ રીક્ષામાં જ અવરજવર કરવી પડી રહી હતી. બસો બંધ રહેતાં મ્યુનિ.કોર્પોરેશનને લાખોની આવક ગુમાવવી પડી છે.

રાજ્ય સરકારે સવારના 9 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી બજારો ખુલ્લા રાખવા છૂટ આપી છે ત્યારે અન્ય દુકાનોની સાથે સાથે હવે હેર કટિંગ સલૂન અને બ્યુટીપાર્લરને પણ ખુલ્લા રાખવા પરવાનગી અપાઇ છે.

હોટર -રેસ્ટોરન્ટના સંચાલકો આંશિક લોકડાઉનને કારણે આિર્થક સંકટનો સામનો કરી રહયાં છે. અત્યારે હોટલ-રેસ્ટોરન્ટમાં માત્ર ટેક અવે જ ચાલુ છે ત્યારે હોટલ એસોસિએશનની રજૂઆતને પગલે સરકારે રાત્રીના 9 વાગ્યા સુધી ટેક અવે અને હોમ ડિલીવરી કરી શકાય તે માટે છૂટછાટ આપી છે. રાત્રી કરફ્યુ-નિયંત્રણો તા.28મી મેથી 4થી  જૂન સુધી અમલમાં રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *