નવી દિલ્હી : કેન્દ્રીય વિદેશ પ્રધાન એસ. જયશંકર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સામેલ થયા બાદ પોતાના પહેલા પાંચ દિવસના અમેરિકી પ્રવાસમાં છે.
વિદેશમંત્રીએ અમેરિકાના પૂર્વ એનએસએ એચ. આર. મેકમાસ્ટરની સાથે વાતચીત દરમિયાન કહ્યું હતું કે ભારતની વર્તમાન સરકારને નિષ્ફળ બતાવવા માટે એક રાજકીય પ્રયાસ થઇ રહ્યો છે. એસ. જયશંકરે સાથે એમ પણ કહ્યું હતું કે જે રાજનીતિક કલ્પના કરવામાં આવી રહી છે તેનાથી અલગ જ સિૃથતિ ભારતમાં છે.
વિદેશમંત્રીએ કહ્યું કે નરેન્દ્ર મોદીના નેતૃત્વ વાળી ભાજપ સરકારને અલગ જ રીતે રજુ કરવાના અનેક રાજકીય કાવતરા કરવામાં આવી રહ્યા છે. હું આને એક રાજકીય પ્રયાસ તરીકે જોઇ રહ્યો છું. નોંધનીય છે કે પહેલી વખત આવુ નથી થયું કે જ્યારે વિદેશ મંત્રીએ મોદી સરકારના ટિકાકારોને જવાબ આપ્યો હોય.
આ પહેલા વિદેશ મંત્રીએ અમેરિકી સમાચારપત્રની એક રિપોર્ટની પણ ટીકા કરી હતી અને કહ્યું હતું કે માત્ર વિપક્ષ જ નહીં, પશ્ચિમી મીડિયા પણ કોરોના મહામારી સામેની ભારતની લડાઇની બહુ ટીકા કરી છે. નોંધનીય છે કે ભારતમાં એક્સિજન, રેમડેસિવિરની અછત જેવા મામલા વિદેશી મીડિયાએ ઉઠાવ્યા હતા.