પેટ્રોલ અને ડીઝલના સતત વધતા ભાવ સામાન્ય માણસની મુશ્કેલીમાં વધારો કરે છે. આજે સરકારી ઓઇલ કંપનીઓએ ફરીથી બળતણની કિંમતમાં વધારો કર્યો છે. આજે પેટ્રોલ 26 થી 30 પૈસા જ્યારે ડીઝલ 28 થી 31 પૈસા પ્રતિ લિટર મોંઘુ કરાયું છે. ચૂંટણી બાદથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. ઇંધણ તેના દર સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયા છે. આજે Mumbai માં પેટ્રોલ ૧૦૦ રૂપિયાને પાર પહોંચ્યું છે.
આ મહિનામાં પેટ્રોલ અને ડીઝલ કેટલું મોંઘું થયું ?
આ મહિને સતત ઇંધણના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. ચૂંટણીના માત્ર 16 દિવસમાં પેટ્રોલમાં લિટર દીઠ 3.59 પૈસાનો વધારો થયો છે જયારે ડીઝલ 4.13 રૂપિયા પ્રતિ લિટર મોંઘુ થઈ ગયું છે.
જાણો તમારા શહેરમાં ક્યાં ભાવે વેચાઈ રહ્યું છે પેટ્રોલ – ડીઝલ
City | Petrol | Diesel |
Delhi | 93.94 | 84.89 |
Kolkata | 93.97 | 87.74 |
Mumbai | 100.19 | 92.17 |
Chennai | 95.51 | 89.65 |
Ganganagar | 104.65 | 97.53 |
Ahmedabad | 90.83 | 91.28 |
Rajkot | 91.85 | 92.3 |
Surat | 91.02 | 91.5 |
Vadodara | 90.76 | 91.21 |
(સોર્સ : ગુડ રિટર્ન્સ) |