ઘણી વાર અત્યંત મહેનત છતાં સફળતા મળતી નથી. અને કેટલાક કારણોસર પૈસાની સમસ્યા ચાલુ રહે છે. ત્યારે મનમાં પ્રશ્ન થાય જ કે આવું કેમ થાય છે? આની પાછળ શું કારણ હોઈ શકે? આ સમસ્યાઓ દૂર કરવા માટે વાસ્તુશાસ્ત્રમાં ઘણા ઉપાયો વર્ણવવામાં આવ્યા છે. જો તમે પૈસાની સમસ્યાથી પરેશાન છો, તો વાસ્તુ દોષમાં આનાથી છુટકારા વિશે જણાવવામાં આવ્યું છે. શું તમે જાણો છો કે વાસ્તુમાં અરીસાનો ઉપયોગ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. અરીસાને સાચી રીતે મુકવાથી ફાયદો પણ થઇ શકે છે. અને ખોટી દિશામાં રાખવાથી ભારે નુકશાન પણ વેઠવું પડી શકે છે. ચાલો તમને આના વિશે વધુ માહિતી આપીએ.
અહિયાં અરીસો રાખવાથી થશે લાભ
- જો તમે કોઈ પ્રકારની આર્થિક સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો વાસ્તુ અનુસાર ડાયનીંગ ટેબલની સામે એ રીતે અરીસો લગાવો કે જેમાં આખું ટેબલ જોવા મળે. માનવામાં આવે છે કે આવું કરવાથી ઘરમાં પૈસાની સમસ્યા નહીં થાય.
- રૂપિયાને લઈને દેવું થઇ ગયું હોય તો ઘરમાં ઉત્તર અને પૂર્વ દિશામાં અરીસો લગાવવો જોઈએ. આ દિશામાં અરીસો લગાવવાથી ધનની તકલીફ દુર થઇ જાય છે અને ધન લાભના યોગ પણ બને છે.
- ધનથી જોડાયેલી સમસ્યાઓ દુર કરવા શયનખંડના બરાબર સામે અરીસો લગાવવો જોઈએ. પૈસાથી જોડાયેલી સમસ્યાઓ માટે તમે અરીસાનો ઉપયોગ કરી શકો છો.
ક્યાં ના મુકવો જોઈએ અરીસો
પૈસાથી સંબંધિત સમસ્યાઓ દૂર કરવા માટે અરીસાને લગતા વાસ્તુનાં પગલાં પર ધ્યાનમાં રાખવું પડશે. જ્યારે કોઈ એક સમસ્યાઓ દૂર થઇ શકે છે. તો બીજી બાજુ સમસ્યાઓ વધી પણ શકે છે.
- વાસ્તુ શાસ્ત્ર મુજબ મુખ્ય દરવાજાની સામે ક્યારેય અરીસો ન મૂકવો જોઈએ. આનાથી તમારા જીવનમાં પૈસાની સમસ્યાઓ વધી શકે છે.
- ઘરની દિવાલો પર એકબીજાની સામે અરીસા ન મૂકવા જોઈએ. તેનાથી પૈસાની સમસ્યાઓ વધી શકે છે.
- આ સિવાય ક્યારેય પણ રૂમમાં પલંગની સામે અને તેની પાછળ અરીસો ના મૂકવો જોઈએ. આનાથી પતિ-પત્ની વચ્ચે તકરાર થઈ શકે છે.