વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશની જનતાને સંબોધન કર્યું હતું. કાર્યક્રમમાં મોદીએ કહ્યું કે બીજી લહેરમાં ઓક્સિજનની માંગમાં અચાનક વધારો થયો. દેશ આપત્તિ વચ્ચે તેની ક્ષમતાઓમાં વધારો કર્યો છે. હવે આપણે પહેલા કરતાં 10 ગણો વધુ ઓક્સિજન ઉત્પાદન કરી રહ્યા છીએ. ભલે ગમે તેટલો મોટો પડકાર હોય, પણ ભારતના વિજયનો સંકલ્પ એટલો જ મોટો છે. સેવાભક્તિ અને શિસ્ત દેશને દરેક વાવાઝોડાથી બહાર લાવ્યો છે. નાઓકાદળ-ભૂમિદળ અને વાયુસેનાના તમામ સૈનિકો કોરોના સામેનીલડાઈ લડી રહ્યા છે. આખો દેશ તેના માટે ગર્વ અનુભવે છે.
વડાપ્રધાને કહ્યું કે ફ્રન્ટલાઈન કામદારો, ડોકટરો અને નર્સો સતત કામ કરતા હતા અને આજે પણ કરી રહ્યા છે. મને આ યોદ્ધાઓની ચર્ચા કરવા વિનંતી કરવામાં આવી છે. બીજી લહેરમાં ઓક્સિજનની માંગમાં અચાનક વધારો થયો. અનેક પ્લાન્ટ પૂર્વના ભાગોમાં છે, જ્યાંથી તેને પહોંચાડવાનું મુશ્કેલ છે.
આપણે આપત્તિઓમાં વધુને વધુ જીવ બચાવવામાં સફળ રહ્યા
મોદીએ કહ્યું હતું કે, ‘તાઉ-તે અને યાસ વાવાઝોડા સામે દેશ લડ્યો હતો અને ઓછામાં ઓછી જાનહાની થયાની ખાતરી આપી. છેલ્લાં કેટલાંક વર્ષોમાં, આપણે આપત્તિઓમાં વધુને વધુ જીવ બચાવવામાં સફળ રહ્યા છીએ. મુશ્કેલીનાના સમયમાં, ધૈર્ય, હિંમત અને શિસ્ત જેનું આપત્તિથી અસરગ્રસ્ત રાજ્યોના લોકોએ કામ કર્યું હતું, તેમનો આભાર. જે લોકો મદદ માટે આગળ આવ્યા તે લોકોને હું સલામ કરું છું. કાર્યક્રમમાં મોદીએ ઉત્તર પ્રદેશના જોનપુરમાં રહેતા દિનેશ ઉપાધ્યાય સાથે વાત કરી હતી.
કોરોના વોરિયર્સ મોદીની મન કી બાત
1. દિનેશ ઉપાધ્યાય, ઓક્સિજન ટેન્કર ડ્રાઈવર
દિનેશ: ઓક્સિજન ટેન્કરનું ડ્રાઇવિંગ કરતાં 15 થી 17 વર્ષ થયા છે. સાહેબ, અમારું કામ જ એવું છે કે અમારી કંપની આઇનોક્સ પણ આપણી ખૂબ કાળજી લે છે. જ્યારે અમે કોઈને ઓક્સિજન આપીએ છીએ ત્યારે અમને ખુબ જ ખુશી મળે છે.
મોદી- હવે જ્યારે તમે પહેલાની તુલનામાં ઓક્સિજન આપવા જાઓ છો ત્યારે તમારા મનમાં શું રહે છે?
દિનેશ- અમે સમયસર અમારી ફરજ પૂરી કરવાની કાળજી રાખીએ છીએ. જો ટાઈમે ઓક્સિજન પહોંચે અને કોઈનું જીવન બચી જાય, તો તે અમારા માટે જરૂરી હોય છે.
મોદી- શું લોકોના વલણમાં પરિવર્તન આવ્યું છે?
દિનેશ- પહેલા અમે ટ્રાફિક જામમાં અટવાતા. હવે ખૂબ મદદ મળે છે. તંત્ર પણ મદદ કરે છે. જ્યારે તેઓ હોસ્પિટલ પહોંચે છે, ત્યારે હોસ્પિટલોના લોકો વિજયની નિશાની બતાવે છે. વી નો ઈશારો કરે છે. અમને લાગે છે કે સારું કામ કર્યું છે, જે આ સેવા માટેની તક મળી છે. બાળકોને ફોન પર જણાવીએ છીએ. 8-9 મહિનામાં ઘરે જઈએ છીએ. બાળકો કહે છે કે પપ્પા કામ કરવું જોઇએ પરંતુ સલામતીથી કરવું જોઈએ.
2. શિરીસા ગજની, ઓક્સિજન એક્સપ્રેસની લોકો પાઇલટ
મોદી- માતાઓ અને બહેનોને એ સાંભળીને ગર્વ થશે કે એક ઓક્સિજન એક્સપ્રેસ સંપૂર્ણ રીતે મહિલાઓ દ્વારા ચલાવવામાં આવે છે. મેં શિરીસા જી ને આમંત્રણ આપ્યું છે. તેમને કેવી રીતે પ્રેરણા મળી? સામાન્ય દિવસોમાં રેલવેને સેવાઓ આપી, હવે તમે ઓક્સિજનની માંગના સમયે કેવું અનુભવો છો?
શિરીસા- મને મારા માતાપિતા પાસેથી પ્રેરણા મળી. મને લાગ્યું કે દરેક સહાયક છે. મને ગ્રીન કાર્ડ મળ્યું. 125 કિલોમીટર દોઢ કલાકમાં પહોંચી જઈએ છીએ. આ પરથી જ અનુમાન લગાવી શકાય છે કે ઘણો
સપોર્ટ મળી રહ્યો છે.
મોદી- આ સેવા અને આ ભાવના માટે તમારા માતાપિતા અને બહેનોને વંદન.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે રેડિયો પર મન કી બાત કાર્યક્રમમાં દેશની જનતાને સંબોધન કર્યું છે. PM મોદી દર મહિનાના છેલ્લા રવિવારે મન કી બાત કરે છે. અત્યાર સુધી તેઓ આ કાર્યક્રમના 76 એપિસોડને સંબોધન કરી ચૂક્યા છે. મોદીએ મન કી બાતમાં સંબોધન કરતાં જણાવ્યુ હતું કે સમગ્ર દેશ પૂરી તાકાત સાથે કોરોના સામે લડી રહ્યો છે.
3. એકે પટનાયક, એરફોર્સ ગ્રુપના કેપ્ટન
મોદી- તમે કોરોના દરમિયાન એક મોટી જવાબદારી સંભાળી રહ્યા છો, તમે સૈન્ય તરીકે અલગ પ્રકારનું કામ કર્યું છે, આજે તમે જીવનને બચાવવા માટે દોડી રહ્યા છો. પહેલા મરવા-મારવા માટે દોડતા હતા.
પટનાયક- સંકટ સમયે દેશને મદદ કરવી તે એક સૌભાગ્યનું કામ છે. જે પણ મિશન મેળવ્યું છે, તેને સારી રીતે ચલાવી રહ્યા છીએ. અમને જે સંતોષ મળી રહ્યો છે તે ખૂબ જ છે. એક મહિનાથી અમે
વિદેશથી ઓક્સિજન લાવી રહ્યા છીએ. 107 આંતરરાષ્ટ્રીય મિશન કર્યું છે, 3 હજારથી વધુ કલાક માટે ઉડાન ભરી છે. સતત એરફોર્સ ઓપરેશન ચલાવી રહ્યું છે. સિંગાપોર, દુબઇ, જર્મની અને યુકેમાંથી ઓક્સિજન લાવ્યા છીએ. આ મિશનનું આયોજન ખૂબ જ ટૂંકી સૂચનાથી કરવામાં આવી રહ્યું છે.
મોદી- દેશને ગૌરવ છે કે જળ-ભુની અને નભના તમામ જવાન કોરોના સામે લડાઈ લડી રહ્યા છે.
પટનાયક- આપણે સંપૂર્ણ પણે અમારા કામમાં વ્યસ્ત છીએ. મારી પુત્રી અદિતિ પણ સાથે છે.
ગ્રુપ કેપ્ટનની પુત્રી સાથે પણ ચર્ચા કરી
અદિતિએ વડાપ્રધાનને કહ્યું કે હું 11 વર્ષની છું અને મને મારા પિતાના કાર્ય પર ગર્વ છે. મારા પિતા દેશોમાંથી ઓક્સિજન ટેન્કર લાવે છે અને કોરોના પીડિતોને સહાય કરે છે. તેઓ
આ દિવસોમાં ઘરે પણ રહી શકતા નથી અને હું તેમને ખૂબ જ યાદ કરું છું.
મોદી- બેટા, આ જીવનરક્ષક કાર્ય બધાએ જાણ્યું છે, જ્યારે સાથીઓ તમને ઓળખશે, ત્યારે તેઓ તમારી તરફ ખૂબ આદરથી જોશે.
અદિતિ- મારો મિત્ર કહે છે કે મારા પિતા ખૂબ જ સારું કામ કરી રહ્યા છે, તો મને ગર્વ અનુભવાય છે. મારા સબંધીઓ પણ ડોકટરો છે, જેઓ રાત-દિવસ રોકાયેલા રહે છે. આ દરેકના પ્રયત્નો છે, જેનાના પર
આપણે કોરોનાનું યુદ્ધ જીતીશું.
4. કોરોના ટેસ્ટિંગ લેબના ટેકનિશિયન
પ્રકાશ કાંડપાલ, લેબ ટેક્નિશિયન, દિલ્હી
મોદી- પ્રકાશજી, મને તમારા વિશે જણાવો? કોરોનામાં તમારો અનુભવ કેવો રહ્યો છે?
પ્રકાશ- મારો અનુભવ 22 વર્ષણો છે. કોવિડ દરમિયાન આરોગ્ય સેવાઓ પર ભારે દબાણ હતું. અમારી પાસેથી આ મુશ્કેલીમાં વધુ પ્રદર્શનની અપેક્ષા રાખવામા આવી. જો અમે તેને પાર પાડીએ છીએ તો
ગર્વ અનુભવીએ છીએ. જો ઘરના લોકો ડરતા હોય, તો હું કહું છું કે આપણા દેશના સૈનિકો હંમેશા દેશની રક્ષા કરે છે અને ઘરથી દૂર રહે છે. તેમની તુલનામાં અમારું જોખમ ઘણું ઓછું છે. એમ કહીને અમે અમારું કામ કરીએ છીએ.
મોદીના સંબોધનની મહત્વપૂર્ણ વાતો
આપણે આપત્તિઓમાં વધુને વધુ જીવ બચાવવામાં સફળ રહ્યા
મોદીએ કહ્યું હતું કે, ‘તાઉ-તે અને યાસ વાવાઝોડા સામે દેશ લડ્યો અને ઓછામાં ઓછી જાનહાની થયાની ખાતરી આપી. છેલ્લાં કેટલાંક વર્ષોમાં, આપણે આપત્તિઓમાં વધુને વધુ જીવ બચાવવામાં સફળ રહ્યા છીએ. મુશ્કેલીનાના સમયમાં, ધૈર્ય, હિંમત અને શિસ્ત જેનું આપત્તિથી અસરગ્રસ્ત રાજ્યોના લોકોએ કામ કર્યું હતું, તેમનો આભાર. જે લોકો મદદ માટે આગળ આવ્યા તે લોકોને હું સલામ કરું છું. જેમણે પોતાનાને ગુમાવ્યા છે, તેમના પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું.
વેક્સિન અંગે અફવામાં ન આવવા માટે અપીલ કરી હતી
ગત વખતના કાર્યક્રમમાં તેમએ ડોકટરો, નર્સો, ફ્રન્ટલાઈન કામદારો અને કોરોના સર્વાઈવર્સ સાથે વાત કરી હતી અને કોરોના સામેની લડતમાં તેમના અનુભવો દેશ સાથે શેર કર્યા હતા. તેમણે વેક્સિનેશન વિશે પણ વાત કરી હતી અને સ્પષ્ટ કર્યું હતું કે વેક્સિનનું મહત્વ બધા માટે જાણીતું થઈ રહ્યું છે. કોઈપણ અફવાઓમાં ન આવશો.
ગઈ વખતે પણ કોરોના મુદ્દે વાત કરી હતી
છેલ્લા કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે આજે હું તમને એવા સમયે મન કી બાટમાં સંબોધન કરી રહ્યો છું જ્યારે કોરોના આપણા બધાની ધીરજ અને આપણા બધાની સહનશીલતાની પરીક્ષા લઈ રહ્યો છે. ઘણા પોતાનાઓને છોડી ગયા છે. સફળતાપૂર્વક કોરોના પ્રથમ લહેર સામે લડ્યા પછી, દેશ આત્મવિશ્વાસથી ભરેલો હતો, પરંતુ આ વાવાઝોડાએ દેશને હચમચાવી નાખ્યો હતો. આ સમયે આપણે આ યુદ્ધને જીતવા માટે નિષ્ણાત અને વૈજ્ઞાનિક સલાહને પ્રાધાન્ય આપવી પડશે.