ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણી, 6 મહાનગરપાલિકા, 81 નગરપાલિકા, 31 જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની ચૂંટણીમાં કારમી હાર બાદ, Gujarat Congress હવે તેના જ નેતાઓ પર કાર્યવાહી કરવા જઈ રહી છે. રાજ્યમાં મહાનગરપાલિકા અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કોંગ્રેસના સુપડા સાફ થયા હતા. હવે ગુજરાત કોંગ્રેસ આ ચૂંટણીઓમાં પક્ષ વિરોધી કાર્યકર્તાઓ પર પગલા ભરવા જઈ રહી છે.
20 થી વધુ નેતાઓની થશે હકાલપટ્ટી
પ્રપાત થતી માહિતી મૂજબ Gujarat Congress તેના 20 થી વધુ નેતાઓની પક્ષમાંથી હકાલપટ્ટી કરવાની તૈયારી છે. ગુજરાત કોંગ્રેસની શિસ્ત સમિતિએ આ તમામ નેતાઓને સમન્સ પાઠવ્યું છે.
Gujarat Congress ની શિસ્ત સમિતિને કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારો સામે ચૂંટણી લડવા અને પાર્ટી વિરુદ્ધ કામ કરવા બદલ 64 ફરિયાદો મળી હતી. કોંગ્રેસના પૂર્વ સાંસદ, પૂર્વ ધારાસભ્ય સહિત પક્ષના ઘણા અધિકારીઓ પણ કોંગ્રેસની શિસ્ત સમિતિના નિશાના પર છે.
100 થી વધુ નેતાઓને પ્રદેશ કોંગ્રેસનું તેડું
Gujarat Congress ગુજરાત કોંગ્રેસની શિસ્ત સમિતિના અધ્યક્ષ નટવરસિંહ મહિડાએ કહ્યું,
“આશરે એક ડઝન જેટલા નેતાઓએ કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારો સામે ચૂંટણી લડ્યા છે અને ઘણાએ કોંગ્રેસ વિરુદ્ધ કામ કર્યું છે. પાર્ટીએ આ બધા નેતાઓને આગામી શુક્રવાર અને શનિવારે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે બોલાવ્યા છે. તેમની સંખ્યા સો કરતા વધારે હોઈ શકે છે.”
કોણ બનશે ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારી?
ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રભારી અને સાંસદ રાજીવ સાતવનું કોરોનાને કારણે અવસાન થયું છે. હવે પ્રભારી પદ પર નવા નેતાની નિમણૂંક કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મૂજબ પ્રભારીની રેસમાં અવિનાશ પાંડે અને મુકુલ વાસનિકના નામ આગળ છે. આ ઉપરાંત કોંગ્રેસના વરિષ્ઠ નેતા બી.કે. હરિપ્રસાદ અને રાજસ્થાનના ઉપમુખ્યપ્રધાન સચિન પાયલટના નામની પણ ચર્ચા થઇ હતી.
નગરપાલિકા અને મહાનગરપાલિકામાં કોંગ્રેસનો સફાયો
રાજ્યની 6 મહાનગરપાલિકાઓની ચૂંટણીમાં સર્વત્ર ભાજપનો વિજય થયો, જયારે કોંગ્રેસના સુપડા સાફ થયા હતા. ભાજપના વિકાસ, આરોગ્ય, ઈન્ફ્રાસ્ટ્રક્ચર વગરે મુદ્દા પર જનતાએ ફરી એક વાર ભાજપ પર મહોર મારી તો, તો કોંગ્રેસે ઉભા કરેલા મોંઘવારી, બેરોજગારી જેવા મુદ્દાએ ભાજપને નહિ પણ જાણે કોંગ્રેસને જ નુકસાન કર્યું હોય તેવા પરિણામો સામે આવ્યા હતા. આ ચૂંટણીમાં ભાજપની 2 થી લઈને 30 બેઠકો વધી છે જયારે કોંગ્રેસની 5 થી લઈને 37 બેઠકો ઘટી છે.
આ વખતે રાજ્યમાં કુલ 81 નગરપાલિકામાં ચૂંટણી યોજાઈ હતી. 81માંથી 75 નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો હતો, જયારે કોંગ્રેસને માત્ર 4 નગરપાલિકામાં જ જીત મળી હતી, જયારે 2 નગરપાલિકા પર અન્ય પક્ષનું શાસન આવ્યું હતું.