કોરોના કાળની વચ્ચે ૨૦૨૧માં જેમ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી યોજવામાં આવી તે રીતે ૨૦૨૨માં પણ પાંચ રાજ્યોની ચૂંટણી યોજવા ચૂંટણી પંચ તૈયાર છે તેમ મુખ્ય ચૂંટણી કમિશનર સુશિલ ચંદ્રાએ એક નિવેદનમાં જણાવ્યું હતું.મુખ્ય ચૂંટણી કમિશનરના જણાવ્યા અનુસાર ૨૦૨૨માં પાંચ રાજ્યો ગોવા, મણિપુર, પંજાબ, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ વિધાનસભાની મુદ્દત પૂર્ણ થઇ રહી છે.
મુખ્ય ચૂંટણી કમિશનરે વધુમાં જણાવ્યું હતું કે ૨૦૨૧માં કોરોના કાળમાં કેવી રીતે ચૂંટણી કેવી રીતે યોજવી તે અંગનો અનુભવ તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, પુડુચેરી, કેરળ અને આસામની વિધાનસભા ચૂંટણી પરથી મળી ગયો છે. ૨૦૨૦માં કોરોનાની વચ્ચે બિહાર વિધાનસભા ચૂંટણી પણ યોજવામાં આવી હતી.
ચંદ્રાએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે વિધાનસભાની ટર્મ પૂર્ણ થાય તે પહેલા ચૂંટણી યોજી વિજેતા ઉમેદવારના નામ ગર્વનરને સુપ્રત કરવા એ ચૂંટણી પંચની ફરજ છે. તાજેતરમાં કોરોનાની બીજી લહેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને કોરોનાના કેસોમાં ચૂંટણી પંચે સફળતાપૂર્વક ચૂંટણીનું આયોજન કર્યુ છે.
ઉલ્લેખનીય છે કે ગોવા,મણિપુર, પંજાબ અને ઉત્તરાખંડ વિધાનસભાની મુદ્ત માર્ચ, ૨૦૨૨માં સમાપ્ત થશે જ્યારે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીની મુદ્દત મે, ૨૦૨૨માં સમાપ્ત થશે.