Vastu Tips: શું તમારે છે રૂપિયાની તંગી? ઘરની આ દિશામાં રાખો તુલસીના છોડ, થઈ જશો માલામાલ

શાસ્ત્રો અનુસાર ઘરમાં આવતી મુશ્કેલીઓને રોકવા તેમજ રોગોનો નાશ કરવા માટે તુલસીનો (Tulsi) છોડ એક સારો ઉપાય છે. આ સાથે તે પરિવારની આર્થિક સ્થિતિ માટે પણ શુભ મનાય છે. ઘરમાં તુલસી રાખવાથી મનને શાંતિ અને ખુશી મળે છે.

તુલસીનો છોડ જીવનમાં આવતી મુશ્કેલીઓ વિશે તમને પહેલાથી ચેતવણી આપે છે. ઘરમાં કોઈ મુશ્કેલી આવતી હોય છે ત્યાં લક્ષ્મી એટલે કે તુલસી ઘરમાંથી પહેલા જાય છે, કારણ કે જ્યાં ગરીબી, અશાંતિ અથવા મુશ્કેલી હોય ત્યાં લક્ષ્મીનો વાસ હોતો નથી.

હિન્દુ ધર્મ અનુસાર, તુલસી એ મનુષ્યના જન્મથી મૃત્યુ સુધીનો ઉપયોગી છોડ માનવામાં આવે છે. આ નાનો દેખાતો તુલસીનો છોડ આપણા ઘરની બધી મુશ્કેલીઓને દૂર કરે છે. જેના કારણે તમે અને તમારો પરિવાર સ્વસ્થ અને સુખી રહી શકો છો.

સુકો તુલસીનો છોડ ઘરમાં રાખવો નહીં

સુકા તુલસીનો છોડ ક્યારેય ઘરમાં ન રાખવો, તે અશુભ માનવામાં આવે છે. તુલસીનો છોડ કૂવામાં અથવા કોઈપણ પવિત્ર સ્થળે પધરાવી અને ઘરમાં નવો છોડ લગાવવો જોઇએ.

આ દિશામાં તુલસીનો છોડ લગાવવું શ્રેષ્ઠ માનવામાં આવે છે

વાસ્તુ શાસ્ત્ર મુજબ જો તમારે ઘરમાં તુલસીનો છોડ લગાવવો હોય તો ઉત્તર, ઉત્તર-પૂર્વ અથવા પૂર્વ દિશા પસંદ કરવી જોઈએ. આ દિશામાં તુલસીનો છોડ રોપવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. આ સિવાય, જો તમે ઇચ્છો તો, તમે તેને ઈશાનમાં પણ મૂકી શકો છો.

આ દિશાઓ પર તુલસીનો છોડ રાખવો નહીં

વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરની દક્ષિણ દિશામાં તુલસીનો છોડ ન લગાવવો જોઈએ, નહીં તો લાભ થવાને બદલે તે નુકસાન પહોંચાડે છે.

આ દિવસે તુલસીના છોડને પાણી ના આપવું જોઈએ

કેટલાક ખાસ દિવસો પણ છે જ્યારે તુલસીને પાણી ના આપવું જોઈએ. શાસ્ત્રો અનુસાર દર રવિવારે એકાદશી અને સૂર્ય અને ચંદ્રગ્રહણ દરમિયાન તુલસીને જળ અર્પણ કરવું જોઈએ નહીં. ઉપરાંત, આ દિવસોમાં અને સૂર્યાસ્ત પછી, તુલસીના પાન તોડવા જોઈએ નહીં. આ કરવાથી વાસ્તુ દોષ લાગે છે. આ સિવાય જો રવિવારે તુલસીના છોડમાં દૂધ ચઢાવવામાં આવે અને રવિવાર સિવાય દરરોજ સાંજે ઘીનો દીવો પ્રગટાવે છે તો, લક્ષ્મીજી હંમેશા તેમના ઘરમાં વાસ કરે છે.

તુલસીને રસોડામાં રાખવું શુભ માનવામાં આવે છે

તુલસીને રસોડાની નજીક પણ રાખી શકાય છે. આ કરવાથી, તમારા ઘરનો પારિવારિક તકરાર સમાપ્ત થશે.

તુલસી દ્વારા વાસ્તુ દોષથી છૂટકારો મેળવો

જો તમારા ઘરમાં વાસ્તુ દોષ , તો તેને દૂર કરવા માટે, તુલસીનો છોડ અગ્નિના ખૂણાથી એટલે કે દક્ષિણ-પૂર્વથી ઉત્તર-પશ્ચિમ સુધી ખાલી જગ્યામાં રાખી શકો છો. જો આ દિશામાં ખાલી જગ્યા ન હોય, તો પછી તેને વાસણમાં પણ રાખી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *