જામનગરમાં અધુરા માસે જન્મેલી બાળકીએ 125 દિવસની સારવાર મેળવીને મોતને મ્હાત આપી છે. સૌરાષ્ટ્રમાં કદાચ આ બાળકીની સૌથી લાંબી સફર NICUમાં રહી હશે.
અધૂરા માસે જન્મતા બાળકોમાં રહેલી તમામ મુશ્કેલીઓ આ બાળકીની અંદર પણ જોવા મળેલી હતી. બાળકીનો 25 અઠવાડિયા એટલે કે સાડા પાંચ મહીનાના અવિકસિત ગર્ભમાંથી અધૂરા માસે જન્મ થયો હતો. જે બાળકીનું વજન માત્ર પાંચસો પંચોતેર ગ્રામ હતું. આ બાળકી 79 જેટલા લાંબા દિવસ સુધી વેન્ટિલેટર પર તથા એનઆઈસીયુમાં 125 દિવસ સુધી રહી હતી.અને તેને નવજીવન મળ્યું છે. આ બાદ તેનું વજન 2.200 કિલો થઇ ગયું હતું.
બાળકી જયારે અધુરા સામે જન્મ થતા માતા-પિતા ચિંતિત થયા હતા. બાળકીની આ હાલતના કારણે અનેક હોસ્પિટલના પગથિયાં ચડયા હતા. પરંતુ યોગ્ય સારવાર મળતા 125 દિવસની સારવાર બાદ બાળકી સ્વસ્થ થઈને પોતાના ઘરે પહોચી છે. તેથી વાલીએ ખુશી વ્યકત કરી છે. રામ રાખે તેને કોણ ચાખેની કહેવત પણ આ બાળકી એ ફરી સાબિત કરી છે.