માલ્યાની 5646 કરોડની સંપત્તિ વેચી લોન વસૂલ કરી શકાશે

નવી દિલ્હી : લાંબા સમયથી ભાગતા ફરતા વિજય માલ્યાની જપ્ત કરેલી સંપત્તિને વેચીને બેંકો તેમની લોનના નાણા વસૂલ કરી શકે છે એમ કહીને મની લોન્ડરીંગ એક્ટની સ્પેશ્યલ કોર્ટે દેશમાંથી ભાગી ગયેલા આર્થિક કૌભાંડીઓને ચેતવ્યા છે.

ભાગેડુ વિજય માલ્યાની સંપત્તિ વેચીને બેંકોને તેમના  દેવા વસૂલ શકશે એમ સ્પેશીયલ પીએમએલએ કોર્ટ કહ્યું છે. વિજય માલ્યાની સંપત્તિ અને શેર્સ મળીને 5646 કરોડની સંપત્તિ કબજે કરાઇ છે. 11 બેંકોએ વિજય માલ્યાને લોનનું ધીરાણ કર્યું હતું.

સ્ટેટ બેંક ઓેફ ઇન્ડિયાના નેતૃત્વ હેઠળ 11 બેંકોનો સમુહ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરીંગ એકટની સ્પેશ્યલ કોર્ટનો સંપર્ક કર્યો હતો અને ઇન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે જપ્ત કરેલી સંપત્તિ બાબતે ગાઇડ લાઇન્સ માંગી હતી.

સ્ટેટ બેંકના અધિકારીએ જણઆવ્યું હતું કે કબજે કરેલી સંપત્તિની કાયદેસરની પ્રોસેસ કર્યા બાદ લોનની વસૂલાત માટે આગળ વધી શકાશે. વિજય માલ્યાની જપ્ત કરેલી કેટલીક સંપત્તિની જાહેર હરાજી કરાઇને તેની વધુ કિંમત ઉભી કરવા પ્રયાસ કરાશે. રિકવરીની પ્રોસેસ કોર્ટની ગાઇડ લાઇન્સ પ્રમાણે કરાશે. બેંકાએેે કિંગ ફીશરને આપેલી કુલ લોન 6,900 કરોડ પૈકી સૌથી વધુ સ્ટેટ બેકની 1600 કરોડની લોન છે.

અન્ય બેંકોમાં પંજાબ નેશનલ બેંકના 800 કરોડ, આઇડીબીઆઇ બેંકના 800 કરોડ,બેંક ઓફ ઇન્ડિયાના 650 કરોડ,સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના 410 કરોડ છે.  65 વર્ષના ભાગેડુ વિજય માલ્યા બ્રિટનની કોર્ટમાંથી જામાન મેળવ્યા છે.ભારતે તેમને ભારત ખેંચી લાવવાના વિવિધ પ્રયાસો ચાલુ રાખ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *