ગૌતમ ગંભીર ફાઉન્ડેશને કોવિડ-૧૯ દર્દીઓની સારવારમાં વપરાતી દવા ફેબીફ્લુનીે ગેરકાયદેસર રીતે જમાખોરી કરવા, ખરીદવા અને તેના વિતરણ કરવાનું દોષિત ઠેરવવામાં આવ્યું છે તેમ દિલ્હી સરકારના ડ્રગ કન્ટ્રોલરે દિલ્હી હાઇકોર્ટને જણાવ્યું છે.
ડ્રગ કન્ટ્રોલરે જણાવ્યું છે કે ફાઉન્ડેશન દવા ફાઉન્ડેશન અને દવા ડીલરોની વિરુદ્દ કોઇ પણ પ્રકારના વિલંબ વગર કાર્યવાહી કરવામાં આવે. ધારાસભ્ય પ્રવીણ કુમારને પણ ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ કાયદા હેઠળ આવા જ અપરાધોમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે.
દિલ્હી હાઇકોર્ટે ૬ સપ્તાહની અંદર આ કેસોની પ્રગતિ અંગે સ્થિતિ રિપોર્ટ દાખલ કરવાના નિર્દેશ આપ્યા છે અને આ કેસની આગામી સુનાવણી ૨૯ જુલાઇના રોજ રાખવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે દિલ્હી હાઇકોર્ટે ૨૫મેના રોજ ડ્રગ કન્ટ્રોલરને નિર્દેશ આપ્યા હતાં કે કોવિડ-૧૯ની સારવારમાં વપરાતી દવાઓની અછતની વચ્ચે નેતાઓ દ્વારા મોટા પાયે ખરીદવામાં આવેલ દવાઓની તપાસ કરવામાં આવે.
કોર્ટે જણાવ્યું હતું કે ભાજપ સાંસદ સારા ઇરાદાથી દવાઓ વિતરિત કરી રહ્યાં હતાં જો કે તેમની આ ભાવનાએ અજાણ્યામાં અપકાર કર્યો છે. દિલ્હી હાઇકોર્ટે દિલ્હી ડ્રગ્સ કન્ટ્રોલરને આવા જ પ્રકારની કાર્યવાહી આપના ધારાસભ્ય પ્રીતિ તોમર અને પ્રવીણ કુમાર દ્વારા ઓક્સિજન ખરીદવા અને જમા કરવાના આરોપોની તપાસ કરવા અને સ્થિતિ રિપોર્ટ રજૂ કરવાના નિર્દેશ આપ્યા છે.
ન્યાયમૂર્તિ વિપિન સાંઘી અને ન્યાયમૂર્તિ જસમીત સિંહની ખંડપીઠે જણાવ્યું હતું કે જ્યારે દવાઓની અછત ચાલી રહી છે ત્યારે કોઇ એક વ્યકિતને દવાના ૨૦૦૦ પત્તાઓ કેવી રીતે મળ્યા તેની તપાસ કરવામાં આવે.