5G Case: જુહી ચાવલાને દિલ્હી હાઇકોર્ટે ફટકાર્યો રૂ. 20 લાખનો દંડ

બોલિવુડ અભિનેત્રી જુહી ચાવલા દ્વારા દિલ્હી હાઇકોર્ટમાં મોબાઇલ ફોનની 5જી ટેકનોલોજી અંગે દાખલ કરવામાં આવેલી અરજી ફગાવી દેવામાં આવી છે, વળી કોર્ટે જુહીને રૂપિયા 20 લાખનો દંડ પણ ફટકાર્યો છે. ન્યાયાધિશ જે આર મિધાની બેન્ચએ આ  કેસ અંગે શુક્રવારે પોતાનો ચુકાદો સંભળાવ્યો.

કોર્ટે કહ્યું કે અરજીકર્તાએ પુરી કોર્ટ ફી જમા કરાવી નથી, જે દોઢ લાખથી વધુ છે, તેમણે એક સપ્તાહની અંદર આ રકમ આપવાની સુચના આપી છે, કોર્ટે કહ્યું કે અરજી લીગલ એડવાઇઝ પર આધારીત હતી, જેમાં કોઇ તથ્ય જણાવવામાં આવ્યા નથી, અરજીકર્તાએ પબ્લિસીટી માટે અદાલતનો કિમતી સમય બર્બાદ કર્યો, આ તે બાબતથી પુરવાર થાય છે, કે તેમણે કોર્ટની કાર્યવાહીની વિડિયો લિંક પોતાના મિત્રો સાથે શેઅર કરી.

અભિનેત્રી જુહી ચાવલાએ દેશમાં 5 જી વાયરલેસ નેટવર્ક સ્થાપિત કરવા વિરૂ્ધ્ધ સોમવારે દિલ્હી હાઇકોર્ટમાં અરજી દાખલ કરીને નાગરિકો, પ્રાણીઓ, વનસ્પતિઓ, તથા નાના જીવો પર રેડિએશનની અસર સંબંધિત મુદ્દો ઉઠાવ્યો હતો, કેસ સુનાવણી માટે ન્યાયાધિશ સી હરિશંકર પાસે આવ્યો, તેમણે કેસને 2 જુનનાં દિવસે આગામી સુનાવણી માટે બીજી બેન્ચ સમક્ષ સ્થળાંતરિત કરી દીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *