ધો.૧૦ની પરીક્ષા રદ કરાયા બાદ માસ પ્રમોશન અપાનાર છે ત્યારે ધો.૧૦ માટે નક્કી કરાયેલી નીતિ મુજબ પરિણામ તૈયાર કરવા સાથે હવે ધો.૧૨માં પણ માસ પ્રમોશન હેઠળ પરિણામ બનાવવાની તૈયારી બોર્ડે સરકારની સૂચનાથી શરૃ કરી દીધી છે. પરિણામમાં માર્કસની આકારણીમાં સ્કૂલો ગેરરીતિ ન કરે તે માટે અને સ્કૂલોમાં રેગ્યુલર વિદ્યાર્થીઓ તરીકે નોંધાયેલા વિદ્યાર્થીઓનું જ પરિણામ સ્કૂલો તૈયાર કરી મોકલે તે માટે ગુજરાત બોર્ડે તમામ ડીઈઓને ટીમો બનાવી સ્કૂલોમાં રેકોર્ડ ચકાસણી માટે મોકલવા આદેશ કર્યો છે અને ડીઈઓની જવાબદારી નક્કી કરી છે.
ગુજરાત શિક્ષણ બોર્ડે ધો.૧૦ના પરિણામ સંદર્ભે તમામ ડીઈઓને પરિપત્ર કરી સૂચના આપી છે કે શાળા દ્વારા ધો.૧૦ અને ધો.૧૨ની બોર્ડની જાહેર પરીક્ષામા મોકલાવેલ ઉમેદવારોના પ્રવેશ તેમજ જે શાળામાંથી ધો.૯ અને ૧૦ કે ધો.૧૧માંથી રજૂ કરેલ શાળા છોડયાનું પ્રમાણપત્ર-એલસી, અને જનરલ રજિસ્ટ્રર નોંધ સહિતના રેકોર્ડની ચકાસણી કરી પ્રવેશની યોગ્યગતા ચકાસવાની રહેશે. જે વિદ્યાર્થીઓ સ્કૂલમાં ભણતા જ નથી અથવા તો તેઓના પ્રવેશ થયા નથી અને બોર્ડ પરીક્ષાના ફોર્મ પણ ન ભરાયા નથી તેવા બહારના ખાનગી કે ફેક ઉમેદવારનું પરિણામ બનાવી મોકલી દે તો મોટો છબરડો થાય તેવી શંકાને પગલે આ ચકાસણી કરવા આદેશ કરાયો છે.આ ઉપરાંત તમામ ડીઈઓને ધો.૧૦ની બોર્ડની જાહેર પરીક્ષામા મોકલાવેલ ઉમેદવારોના ધોરણ -૯ના પરિણાની નકલ અને ધો.૧૦ની સામાયિક કસોટી અને એકમ કસોટીના આધારોનું વેરિફિકેશન તથા શાળા દ્વારા ધો.૧૨ની બોર્ડની જાહેર પરીક્ષામાં મોકલાવેલ ઉમેદવારોના ધો.૧૦ના બોર્ડના પરિણામ તથા ધો.૧૧ના પરિણામની નકલ અને ધો.૧૨ની સામાયિક તથા એકમ કસોટીના પરિણામો-આધારોનું વેરિફિકેશન કરવા આદેશ કરવામા આવ્યો છે.પરિણામ તૈયાર કવા માટે ઉપયોગમાં લીધેલ તમામ આધારો જેવા કે સામાયિક કસોટીના પ્રશ્નપત્રો, એખમ કસોટના પ્રશ્નપત્રો એન વિદ્યાર્થીએ આપેલા ઉત્તરોની કોપી-ઉત્તરવહીઓ તથા એસાઈમેન્ટ વર્કની ચકાસણી પણ ડીઈઓ કચેરીએ કરવાની રહેશે. વેરિફિકેશન કરેલ તમામ આધારો ઉપર વેરિફિકેશન કરનાર પ્રતિધિના સહી અને નામ હોદ્દો તથા તારીખ દર્શાવવાની રહેશે. સ્કૂલ પાસેથી આ તમામ આધારોની એક નકલ પ્રતિનિધિએ મેળવી લેવાની રહેશે અને ૧૦મી જુન સુધી કામગીરી પૂર્ણ કરવાની રહેશે.
સરકારે ધો.૧૦ સાથે ધો.૧૨માં પણ માસ પ્રમોશન હેઠળ ધો.૧૦-૧૧ના પરિણામની વિગતોની ચકાસણી કરવા આદેશો કર્યા છે.હાલ સરકારની સૂચનાથી બોર્ડ દ્વારા ધો.૧૨ના રિઝલ્ટ-માર્કશીટો બનાવવાની તૈયારી પણ શરૃ કરી દેવાઈ છે.આ માટે ખાસ ધો.૧૦-૧૧ની પરીક્ષાના પ્રશ્નપત્રો,ઉત્તરવહીઓ અને વિદ્યાર્થીઓની વિગતો ચકાસવા આદેશ કરવામા આવ્યો છે.