કોરોના ના ઘટતા કેસ વચ્ચે ઉત્તર પ્રદેશ થી એક રાહતના સમાચાર આવ્યા છે. પ્રદેશના તમામ 75 જિલ્લાઓમાં હવે કોરોના કરફ્યૂ ખતમ કરવાની જાહેરાત કરવામાં આવી છે. બુધવારથી પ્રદેશમાં ફક્ત નાઈટ કરફ્યૂ લાગુ રહેશે.
નાઈટ કરફ્યૂ લાગુ
અધિક મુખ્ય સચિવ (સૂચના) નવનીત સહેગલે જણાવ્યું કે બુધવારે નવ જૂનથી સમગ્ર પ્રદેશના તમામ 75 જિલ્લાઓમાં ફક્ત સાંજે સાતથી સવારે સાત વાગ્યા સુધી નાઈટ કરફ્યૂ રહેશે. તેમણે કહ્યું કે હવે પ્રદેશના તમામ જિલ્લાઓ કોરોના કરફ્યૂથી મુક્ત થયા છે. તેમણે જણાવ્યું કે આ નિર્ણય મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં મંગળવારે થયેલી એક ઉચ્ચસ્તરની બેઠકમાં લેવાયો. સહેગલે જણાવ્યું કે પ્રદેશના તમામ જિલ્લાઓમાં કોરોના વાયરસના એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે અને હવે પ્રદેશમાં કુલ 14 હજાર લોકો હાલ સારવાર હેઠળ છે.
600થી ઓછા કેસ
સહેગલે જણાવ્યું કે પ્રદેશમાં હવે 14 હજારથી પણ ઓછા કોરોના કેસ રહ્યા છે અને તમામ 75 જિલ્લાઓમાં 600થી ઓછા કેસ છે. આ ઉપરાંત છેલ્લા 24 કલાકમાં કોરોનાના ફક્ત 797 કેસ નોંધાયા છે. અત્રે જણાવવાનું કે આ અગાઉ ચાર જિલ્લાને બાદ કરતા સમગ્ર પ્રદેશમાંથી કરફ્યૂ હટાવવાનો નિર્ણય લેવાયો હતો. આ ચાર જિલ્લામાં લખનૌ, મેરઠ, સહારનપુર અને ગોરખપુર સામેલ હતા.