ગુજરાત રાજ્યની અસ્તિત્વ ધરાવતા હોટલ, રીસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને પહેલી એપ્રિલ 2021 થી 31 માર્ચ 2022 સુધીના એક વર્ષ ના સમય માટે પ્રોપર્ટી ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રસ્તુત જાહેરાત કરી છે. ગુજરાતની 5000થી વધુ હોટેલ રેસ્ટારાંમાં આ નિર્ણયથી ખુશીનું મોજં ફરી વળ્યું છે.
કોરોનાના કહેરને પરિણામે હોટેલ અને રેસ્ટોરાં ઉદ્યોગ છેલ્લા પંદર મહિનાથી ભારે કઠણાઈ ભોગવી રહ્યો છે. સરકારના આ નિર્ણયથી નાની હોટેલને રૂા.10,000થી માંડીને મોટી હોટેલ-રેસ્ટોરાંના રૂા. 25થી 40 લાખ સુધીનો ફાયદો થઈ શકે છે. સરકારના આ નિર્ણયને ચોમેરથી વધાવવામાં આવી રહ્યો છે.
ગુજરાતના મુખ્યમંત્રીના વડપણ હેઠળ આજે મળેલી કોર કમિટીની બેઠકમાં પ્રસ્તુત નિર્ણય લેવામાં આવ્યો છે. કોરનાની થપાટ લાગતા તૂટી પડેલી હોટેલ રેસ્ટોરાંને બેઠી કરવા માટ હોટલ, રીસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને મિલકત વેરામાંથી રાહત આપવામાં આવી છે.
કોર કમિટીની આજે મળેલી બેઠકમાં એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે આવા હોટલ, રીસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને વીજબીલમાં ફિક્સચાર્જમાંથી મુક્તિ આપી ખરેખર વીજ વપરાશ થયો હોય તેના પર જ વીજ બીલ આકારી ચાર્જ વસૂલ કરવામાં આવશે. તેમની પાસેથી લૉડ આધારિત નિયમ પ્રમાણે બિલ વસૂલવામાં આવશે નહિ.
હોટેલ ઉદ્યોગના મોભીઓ આજે સાંજે ત્રણથી ચાર વાગ્યાના અરસામાં તેમની સમસ્યાઓને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળ્યા હતા. તેમની સમસ્યાનીરજૂઆત કર્યાના ચાર જ કલાકમાં આ જાહેરાત આવી પડતા તેમણે વર્તુળમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું. કોરોના સંક્રમણના આ કાળમાં મુખ્યમંત્રીએ હોટલ, રીસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને આ નિર્ણયથી મોટી આથક રાહત આપી છે.
જોકે મુખ્યમંત્રીએ કોરોનાને કારણે નોકરી અને આવક ગુમાવનારા રહેઠાણના વીજજોડાણ ધરાવનારાઓને કોઈપણ રાહત ન આપીન તેમને અન્યાય કર્યો હોવાની લાગણી સમાજના કેટલાક વર્ગમાં જોવા મળી છે. કોરાનાના કાળમાં તેમની નોકરી પણ ગઈ છે અને તેમના આવક પણ તૂટી ગઈ છે. ઘણી કંપનીઓએ તેમના પગારમાં ખાસ્સો કાપ પણ મૂક્યો છે.