કોરોનાને કારણે મુલતવી રહેલ CA અને CSની પરીક્ષાઓની તારીખ જાહેર

સીએ અને સીએસની મોકૂફ થયેલી પરીક્ષાઓનો કાર્યક્રમ જાહેર થયો છે. જે મુજબ સીએની ઈન્ટર અને ફાઈનલની પરીક્ષા 5 જુલાઈથી તથા ફાઉન્ડેશન પરીક્ષા 24 જુલાઈથી અને સીએસની તમામ પરીક્ષાઓ 10 ઓગસ્ટથી શરૂ થશે.

 

ઈન્સ્ટિટયુટ ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા -આઈસીએઆઈ દ્વારા મે-જુન સેશનની સીએ ફાઉન્ડેશન, ઈન્ટરમીડિએટ અને ફાઈનલની તેમજ સીએ સંબંધિત અન્ય પરીક્ષાઓની નવી તારીખો તથા  પરીક્ષાના વિગતવાર કાર્યક્રમો જાહેર કરવામા આવ્યા છે.

 

21-22મીથી શરૂ થતી ઈન્ટર-ફાઈનલ પરીક્ષાઓ મોકુફ થયા બાદ હવે સીએ ઈન્ટરમીડિએટ અને ફાઈનલની પરીક્ષા ફાઉન્ડેશન પહેલા લેવાશે અને જે હવે એક જ દિવસે 5મી જુલાઈથી શરૂ થશે.

 

ઈન્ટરમીડિએટમાં જુના અને નવા કોર્સમાંગ્રુપ-1ની 6, 8,10 અને 12 તથા ગ્રુપ-2ની 14,16 તથા 18મી જુલાઈએ લેવાશે. નવા કોર્સમાં ગ્રુપ-2માં એક પેપર 20મી જુલાઈએ પણ છે. જ્યારે ફાઈનલમાં જુન અને નવા કોર્સમાં ગ્રુપ-1માં 5,7,9 અને 11મી તથા ગ્રુપ-2માં 13,15,17 અને 19મી જુલાઈએ લેવાશે.

 

ઈન્ટર-ફાઈનલ બાદ 24મી જુલાઈથી ફાઉન્ડેશનની પરીક્ષા શરૂ થશે. ઈન્સ્યોરન્સ એન્ડ રીસ્ક મેનેજમેન્ટ ટેકનિકલ એક્ઝામિનેશનમાં 1થી5 મોડયુલની પરીક્ષા 5થી7 જુલાઈ અને ઈન્ટરનેશનલ ટેક્સેશન એસેસમેન્ટ ટેસ્ટ 5થી7 જુલાઈ સુધી લેવાશે. જ્યારે એડવાન્સ ઈન્ટિગ્રેટેડ કોર્સ ઓન ઈન્ફોર્મેશન ટેકનોલોજી એન્ડ સોફ્ટ સ્કિલની પરીક્ષા દેશના 71 શહેરો અને ભારત બહારના બે શહેરોમાં 30મી જુને લેવાશે. જે માટે 11થી14 જુન સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.

 

સીએસની પરીક્ષાઓની નવી તારીખો જાહેર કરી દેવાઈ છે. મે-જુન સેશનની પરીક્ષાઓ કે જે  અગાઉ 1થી10 જુન સુધી લેવાનાર હતી તે હવે 10 ઓગસ્ટથી શરૂ થનાર છે અને 20 ઓગસ્ટ સુધી લેવાશે. દેશભરમાં લેવાનારી સીએસની પરીક્ષાઓ અંતર્ગત ફાઉન્ડેશન, એક્ઝિક્યુટિવ અને પ્રોફેશનલ પ્રોગ્રામની પરીક્ષાઓ લેવાશે.જેમાં ફાઉન્ડેશન કોર્સના પેપર 1-2ની પરીક્ષા 13 જુલાઈ અને પેપર 3-4ની પરીક્ષા 14 જુલાઈએ લેવાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *