Jamnagar: ભારત જન વિજ્ઞાન જાથાએ ગંભીર બિમારી દૂર કરવાના નામે પૈસા ઠગનારનો કર્યો પર્દાફાશ

જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં એક અરજદાર કેન્સરના દર્દી છે, તેની પાસે મુંજાવરે ઘરમાં મેલી વસ્તુ પડી છે તે કાઢવી પડશે, વિધિ વિધાન થઇ જશે તો કેન્સર મટી જશે, તેવું જણાવી કટકે કટકે આશરે 20,000 જેવી રકમ પડાવી હતી, આ અંગેની વિગતો વિજ્ઞાન જાથાને મળતા આજે વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા પોતાની ટીમ સાથે સવારે 11 કલાકે સી ડીવીઝન પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને પોલીસને સાથે રાખીને મુંજાવરની ધતીંગ લીલા ખુલ્લી પાડી હતી,

મુંજાવર બોદુ અલ્લા રખા નામના ઇસમને ધતિંગ નો પર્દાફાશ કર્યો હતો, પોતાના દસ વર્ષથી દાવલશા પીરનો મુંજાવર છે તેવું જાહેર કરી અને વિધિના અલગ અલગ રકમ ઉઘરાવતો હોવાનું પણ સામે આવ્યું છે. જન વિજ્ઞાન જાથાની ટીમે આપેલ માહિતી મુજબ બોદુ અલારખા-મુંજાવર શેના નામે અને કેવી રીતે પૈસા લેતો પોતાને છેલ્લા 10 વર્ષથી દાવલશા પીરનો મુંજાવર છે તેવું બોલીને જાહેર કરે છે. વિધિના રૂા. 5,000/ થી માંડીને એક લાખ વસુલે છે. -વિધિ-વિધાનમાં મેલીવસ્તુ કાઢી આપવામાં નિષ્ણાંત છે. અસાધ્ય રોગ મટાડશેં. -તાવીજ બનાવી આપવું તેના શે. 100 થી રૂા. 1,000/ વસુલે છે. -દરગાહનું પાણી પીવડાવવાથી કોરોના અને બિમારી ભગાવવાનું વિધિવિધાન કરે છે.

આ વ્યક્તિ ને જન વિજ્ઞાન જાથા દ્વારા પકડી પાડવામાં આવ્યો છે અને પોલીસ હવાલે કરાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *