ભાવનગરનાં ૨૬ જેટલા મુસાફરો દિવથી દારૂનાં નશામાં ખાનગી ટ્રાવેલ્સમાં પરત ભાવનગર જઈ રહેલ હતાં નાગેશ્રી ટોલનાકા ઉપર માથાકુટ સર્જાતા ટોલટેકસ નહિ આપી ફરજ પરનાં ટોલનાકા કર્મીને મારી નાખવાની કોશિષ કરી બસ ચાલક નાસી છુટેલ હતો. પોલીસે નાકાબંધી કરી બસને પકડી પાડેલ હતી. બસમાંથી પાંચ શખ્સો પાસેથી બિયરટીન અને દારૂ ઝડપાયેલ હતો. બસમાં રહેલા ૩૧ મુસાફરોને પોલીસે પોલીસ સ્ટેશનની હવા ખવડાવતાં નશાખોરોનો નશો ઉતરી ગયેલ હતો.
પ્રાપ્ત વિગત મુજબ ભાવનગરની આશાપુરા ટ્રાવેલ્સની બસ નંબર જીજે ૪ વી ૧૧૩૪ માં ભાવનગરના ૩૧ જેટલા શખ્સો દિવ ગયેલ હતાં. દિવમાં છાંટો પાણી લઈતમામ આ ખાનગી ટ્રાવેલ્સ બસમાં દિવથી પરત ભાવનગર જઈ રહેલ હતાં. નાગેશ્રી ટોલનાકા ઉપર ટોલટેકસ ભરવા બાબતે માથાકુટ સર્જાયેલ હતી. બસ ડ્રાઈવર ટોલટેકસ ભર્યા વગર ટોલ નાકાનાં કર્મચારી જયરાજ વલકુભાઈ વરૂનાં બાઈક ઉપર બસ ચડાવી કાચની બોટલ બોટલનો અન્ય કર્મી ઉપર ઘા કરી મોત નિપજાવવાની કોશિષ કરી સાથે નાસી છુટેલ હતાં. જે ઘટના અંગેનો મસેેજ અમરેલી કન્ટ્રોલરૂમમાં થતાં એસ.પી. દ્વારા જીલ્લામાં નાકાબંધી કરી બસને ઝડપી લેવાનો આદેશ કરેલ હતો. મરીન પીપાવાવ પોલીસ હાઈવે ઉપર બસને ઝડપી લેવા વોચમાં હતાં. બસન કિળતાં પોલીસે રોકવાની કોશિષ કરતા બસ ચાલક બસ સાથે નાસી છુટેલ હતો. ભેરાઈ રેલ્વે ફાટક પાસે રાજુલા પોલીસ અને હોમગાર્ડ સાથે બોલાચાલી કરી ફરજમાં રૂકાવટ કરેલ હતી. રેલ્વે કર્મચારીને ગાળો આપી બંધ ફાટક ખોલાવી નાસી છુટેલ હતાં. રસ્તામાં એક બોલેરો ગાડી ચાલક સાથે ગાળાગાળી કરી છરીનાં આડેધડ જીવલેણ ઘા મારી નાસી છુટેલ હતાં. મરીન પીપાવાવ પીએસઆઈ ડી.એ. તુવરની ટીમે બસનો પીછો કરી વિસળીયા ગામ નજીક બસને આંતરી પકડી પાડેલ હતી.
ખાનગી બસમાં ડ્રાઈવર સહિત ૩૧ મુસાફરો હતાં. તેમાંથી ૨૬ શખ્સો નશો કરેલ હાલતમાં હતાં. તેમજ પાંચ શખ્સો પાસેથી બિયર ટીન ૧૯, બીયર બોટલ-૨ તેમજ દારૂની બોટલ નંગ – ૭ ઝડપાયેલ હતી. તમામ ૩૧ શખ્સોને પોલીસ સ્ટેશનની વહા ખાવાનો વખત આવેલ હતો. ટોલનાકા કર્મી જયરાજ વરૂએ નાગેશ્રી પોલીસમાં ફરીયાદ નોંધાવેલ હતી.